ડરી ગયેલા વિપુલભાઈએ 8 હજારની રકમ વાપી આંગડિયા પેઢીમાં મોકલી આપી હતી. છતાં પણ વેપારીને મહિલા બ્લેકમેલીંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને વધુ 12 હજારની રકમ માંગતા વેપારીએ 8 હજારની રકમ નક્કી પોલીસ સાથે મહિલાનું હનીટ્રેપનું છટકું ગોઠવ્યું હતું. જેમાં 8 હજારની રકમ લેવા આવતા દંપતી રંગેહાથે પકડી પાડ્યા હતા. આ દંપતીએ અન્ય લોકોને પણ ફસાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
2/4
અહીં યુવતીએ વિપુલભાઈ પાસે મદદ માગી હતી. તેમજ રીક્ષા ભાડું આપવા કહ્યું હતું. જોકે, વિપુલભાઈએ 120 રૂપિયા ન આપતા વેપારીને ફોન કરી લુખ્ખા કહી ફોન કટ કરી નાખ્યો હતો. આ પછી યુવતીએ વિપુલભાઈને બ્લેકમેલ કર્યા હતા અને તમારૂ રેકોડીંગ છે, તમને હું બદનામ કરી નાખીશ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
3/4
સુરતઃ કાપડના વેપારીને ફોન પર મીઠી મીઠી વાતો કરી હનીટ્રેપમાં ફસાવી પૈસા પડ્યા હોવાની ઘટના સામે આવી છે. વેપારી પાસેથી યુવતીએ પહેલા 18 હજાર અને પછી આઠ હજાર રૂપિયા માંગ્યા હતા. જો પૈસા ન આપે તો યુવતીએ વેપારીને ફસાવી દેવાની ધમકી આપી હતી.
4/4
આ અંગેની વિગતો એવી છે કે, ભરીમાતા રોડ પર ફુલવાડી ખાતે મેમણ એપાર્ટમેન્ટમાં રહેતા મોહમદ ઈમરાન મોહમદ યાસીન મેમણ અને તેની પત્ની મુબાસીયાબાનુએ વેપારી વિપુલ રાદડીયાને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. શરૂઆતમાં યુવતીએ વિપુલભાઈને કોલ મીઠી મીઠી વાતો કરી મિત્રતા કરી હતી. આ પછી યુવતી વેપારીને વેડરોડ પર આવેલી કાપડની દુકાને મળવા પણ આવી હતી.