નાગજીભાઈના આપઘાત કરતાં પહેલા લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખ્યું છે કે, દેવું વધી જતા ઉપરાંત કોઈને કહી શકાય એવી સ્થિતિ નહીં હોવાથી આપઘાત કર્યો હોવાનું જણાવાયું હતું. સ્યૂસાઈડ નોટથી વધારે વિગતો જાણવા મળી નથી પરંતુ જે અમુક વિગતોને જતા નાગજીભાઈએ આર્થિક કારણોને લઈને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
2/4
નાગજીભાઈના આપઘાત પાછળ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. નાગજીભાઈ પાટીદાર સમાજના આગેવાન અને સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ચેરમેન મથુર સવાણીના નજીકના સામાજિત સંબંધ ધરવાતા હતા.
3/4
સુરતના જમીન અને બિલ્ડીંગ બાંધકામના ધંધાર્થીઓમાં મોટું માથું ગણાતા હતા. તેઓ પટેલ પાર્ક નામની બિલ્ડીંગમાં પાર્થ કન્સ્ટ્રક્શન તથા નેકસ્ટ બિલ્ડકોન નામથી જમીન લે વેચ અને લેન્ડ ડેવલપમેન્ટનું કામ કરતા હતા. તેઓ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા નજીકના પીપરાળી ગામના મૂળ વતની હતા અને છેલ્લા 30 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા.
4/4
સુરત: નોટબંધી અને જીએસટીને લઈને દેશભરમાં મંદી ફરી વળતા વેપાર-ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો છે. ત્યારે અસહ્ય નાણાંભીડમાં ફસાવા સાથે આર્થિક વહેવારો ઠપ્પ થઈ જવાથી વેપારીઓના આપઘાતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જ્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કરોડોના કારોબાર ધરાવતા એને સિવિલ એન્જીનિયર નાગજી ધામોલિયાએ શનિવારે પોતાની ઓફિસમાં બપોરે ગળા ફાસો ખાઈ આપધાત કરતા સન્નાટો છવાઈ ગયો છે.