મંગળવારે આ અરજીની સુનવણી હોવાથી અલ્પેશ પણ કોર્ટમાં હાજર રહ્યો હતો. જામીન રદ્દ કરવાનો ચૂકાદો સાંભળતા જ અલ્પેશ કોર્ટમાંથી નીકળી ગયો હતો. પોલીસ ગમે તે સમયે અલ્પેશની ફરી ધરપકડ કરી શકે છે.
2/3
રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યાં બાદ ગત 27 ડિસેમ્બરે સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાર બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરવા સાથે પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલ્યો હોતો. આ ઘટના બાદ અલ્પેશ સામે વધુ બે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સાથે રાજદ્રોહના કેસમાં શરતો ભંગ થઈ હોવાથી જામીન રદ્દ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
3/3
સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા અલ્પેશ કથિરીયાની મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે. રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યાં બાદ શરતોનો ભંગ થતાં પોલીસે કોર્ટમાં જામીન રદ્દ કરવા માટે અલ્પેશ વિરુદ્ધ અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર રાખી હતી અને અલ્પેશના જામીન રદ્દ કર્યા હતાં જેના કારણે ગમે તે સમયે અલ્પેશની ફરી ધરપકડ થશે. બીજી તરફ અલ્પેશના વકીલનું કહેવું છે કે, તેઓ આ ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારશે.