સુરતઃ વરેલીમાં આવેલી સુહાગ ડાઈંગ મીલમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઈ છે. આજે સવારે મીલમાં અચાનક લાગેલી આગે થોડીવારમાં વિકરાણ રૂપ ધારણ કરી લીધું હતું. જેથી 4 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલું છે.
3/4
જોકે આગ મોટી હોવાથી બારડોલી, પલસાણા અને સુરતના 4 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ફાયરે જણાવ્યું હતું કે, આગને કાબુમાં આવતા લેવામાં થોડી મુશ્કેલીઓ આવી રહી છે. કેમિકલ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
4/4
કોડદરા વરેલી ગાર્ડન પાસે આવેલી સુહાગ ડાઈંગ મીલમાં આજે સવારે અચાનક આગ લાગી ગઈ હતી. મીલમાં ડાઈંગના કેમિકલના કારણે આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ ફાયરને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.