શોધખોળ કરો
દિલ્હીના યુવક સાથે ફેસબુક પર મિત્રતા કરવી સુરતની પરિણીતાને પડી ભારે, જાણો શું આવ્યો અંજામ?
1/5

સુરતઃ સુરતના મહીધરપુરા વિસ્તારમાં એક પરિણીત મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી દિલ્હીના એક યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે તેની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી હતી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેના પર બળાત્કાર કર્યો હતો.
2/5

3/5

રોહિતે મહિલા પાસેથી 1.30 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. જોકે, બાદમાં રોહિતે પોત પ્રકાશ્યું હતું અને મહિલા સાથે તમામ પ્રકારના સંબંધો તોડી નાખ્યા હતા. પોતાની સાથે થયેલી આ ઘટનાથી વ્યથિત મહિલાએ રોહિત રાય સામે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી.
4/5

બાદમાં દિલ્હીના યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપી હતી. રોહિત રાયના પ્રેમમાં પાગલ પરિણીતાએ પોતાનો સંસાર ઉજાડી નાખ્યો હતો અને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં રોહિત અને મહિલા ગોવા, કેરલ અને આબુ ફરવા ગયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આ દરમિયાન રોહિતે તેના પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.
5/5

આ ઘટના અંગે મળતી જાણકારી અનુસાર, દિલ્હીમાં રહેતા રોહિત દિનાનાથ રાય નામના યુવકે મહિધરપુરામાં રહેતી એક પરિણીત મહિલાને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેને પરિણીતાએ સ્વીકારી લીધી હતી. બાદમાં બંન્ને વચ્ચે વાતચીત થવા લાગી હતી. સમયની સાથે બંન્ને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.
Published at : 11 May 2018 11:04 AM (IST)
View More





















