સિંકદરે પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘સાહબ, મૈંને ખિચડી કો માર ડાલા હૈ.’ એ સાથે જ પોલીસે સિકંદર અને ઉમેશની ધરપકડ કરી હતી. આ ઘટના બની ત્યારે સિકંદર રાઠોડનો દોઢેક વર્ષનો પુત્ર ઊંઘી રહ્યો હતો. સિકંદરની પત્નિ તેની હાજરીમાં સેક્સ માણી રહી હતી તે જોઈ સિકંદરને વધારે ગુસ્સો આવી ગયો હતો.
2/7
સિકંદર 30 સપ્ટેમ્બરે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ઘરે પહોંચ્યો તો તેની પત્ની સાથે ખિચડી રૂમમાં સેક્સ માણી રહ્યો હતો. સિકંદરને જોઈને ખિચડી કપડાં ઉઠાવીને નગ્નાવસ્થામાં ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સિકંદરે ફોન કર્યો તો ખિચડીએ રીસિવ કર્યો નહતો. આખરે સિકંદરે તેના મિત્ર ઉમેશને ખિચડીના ઘરે મોકલ્યો હતો.
3/7
દરમિયાન સિકંદરને બહાર જવાનું થયું હતું. આ તકનો લાભ લઈને ખિચડી સિકંદરના ઘરે આવ્યો હતો રાત્રે ત્યાં જ રોકાઈ ગયો હતો. સિકંદરની પત્નિએ દોઢ વર્ષના પુત્રને સૂલાડી દીધો હતો ને પ્રેમી સાથે હવસ સંતોષવા લાગી હતી. રાત્રે તે સિકંદરની પત્નિ સાથે સેક્સ માણી રહ્યો હતો ત્યારે સિકંદર નક્કી સમય પહેલાં આવી ગયો હતો.
4/7
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ સિકંદર અને ખિચડી બન્ને મિત્રો હતા. ખિચડીને સિકંદરની પત્નિ સાથે સેક્સ સંબંધો બંધાયા હતા. સિંકદરને આ વાતની ખબર નહોતી. સિકંદરની પત્નિ તથા ખિચડી ખાનગીમાં મળીને રંગરેલિયાં મનાવતાં હતાં.
5/7
ઉમેશ ખિચડીને લઈ સિકંદરના ઘરે પહોંચ્યો કે તુરંત જ બન્નેએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને સિકંદરે તિક્ષ્ણ હથિયારના એક જ ઘામાં ગરદન કાપી કરપીણ હત્યા કરી નાખી હતી. ખિચડીની હત્યા કર્યા બાદ સિકંદર સીધો જ લિંબાયત પોલીસ મથક પર પહોંચ્યો હતો.
6/7
લિંબાયતમાં માનવ સેવા કેન્દ્ર નજીકની શિવકૃપા સોસાયટીમાં રહેતા કિશોર ઉર્ફે ખિચડી નિવૃત્તિ પાટીલની આસ્તિકનગરમાં શરદ ઉર્ફે સિકંદર રાઠોડ અને તેના મિત્ર ઉમેશ શાંતારામ પાટીલે હત્યા કરી હતી. 30મીએ વહેલી સવારે સાડા ચાર વાગ્યે સિકંદરના ઘરે બનેલી ઘટનામાં સિકંદરે ગરદન કાપી ખિચડીની હત્યા કરી નાખી હતી.
7/7
સુરતઃ લિંબાયતમાં આસ્તિકનગરમાં યુવતી પોતાના પતિના ખાસ મિત્ર એવા પોતાના પ્રેમી સાથે સેક્સ માણી રહી હતી ત્યારે જ તેનો પતિ આવી પહોંચ્યો હતો. પ્રેમી પોતાના મિત્રને જોઈને ભાગી ગયો હતો પણ પતિએ બીજા મિત્ર મારફતે તેને બોલાવીને તેની હત્યા કરી નાંખી હતી. પછીથી તે પોલીસ સામે હાજર થઈ ગયો હતો.