શોધખોળ કરો
ડૉ. તોગડિયાના ભત્રીજાની હત્યાના આરોપીનું લાજપોર જેલમાં મોત, જાણો શું છે કારણ?
1/4

આ ઘટનાએ શહેરઆખામાં સનસનાટી મચાવી દીધી હતી. વરાછા પોલીસે જોકે ગણતરીના કલાકોમાં આ ઘટનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જમીનના ડખામાં કામરેજના કુખ્યાત ગૌતમ ગોલ્ડને તેની બહેન કોમલ ગોયાણીના ઈશારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી પહેલા કોમલ ગોયાણી, ઇમરાન સૈયદ, રામુ ભરવાડ અને મેહુલ ભરવાડની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે બાદમાં હુમલાખોરોને ઝડપવા તમામ તાકાત કામે લગાડી ગૌતમ ગોલ્ડન, ભદ્રેશ ઉર્ફે કાલુ પાટોળિયા તથા કિશન ખોખરની ધરપકડ કરી હતી.
2/4

બાલા હીરાનીને ગૌતમ ઉર્ફે ગોલ્ડનને ૫૦ લાખ રૂપિયા દેવાના હતા અને જે પૈસા ન આપતા ગૌતમ અને તેના સાગરીતોએ મળીને બાલાની ઓફીસમાં બેસેલ ભરત ભાઈ તોગડીયા અને બાલા પટેલ અને અશોક વ્યક્તિઓને પણ ચપ્પુના ઘા મારી ભાગી છુટ્યા હતા, જેમાં ૩ ના મોત નીપજ્ય હતા. જોકે એક હજુ પણ સારવાર હેઠળ છે બનાવના પગલે વરાછા પોલીસે હત્યામાં સંડોવાયેલ અન્ય 7 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી ગૌતમ ઉર્ફે ગોલ્ડનના પિતા ગણેશ ગોયાણી 13 દિવસથી સૌરાષ્ટ્રમાં નાસ્તો ફરતો ફરતો હતો પરંતુ સુરત ફ્રાઈમ બ્રાન્ચ પોલીસને આખરે સફળતા મળી હતી.
Published at : 01 Oct 2016 03:00 PM (IST)
View More





















