સુરતઃ સ્વાસ્થ્ય માટે કસરત કરવી એ લાભકારક છે. પરંતુ જો યોગ્ય જાણકારી કે ફફિઝીયોથેરાપીસ્ટની સલાહ વગર મનફાવે તે રીતે કરવામાં આવે તો જીવ પણ ગુમાવવો પડી શકે છે. આવો જ એક કિસ્સો રાંદેરમાં બન્યો છે જ્યાં કસરત કરતાં સમયે એક યુવાન અચાનક બેભાન થઈ ગયો અને બાદમાં મોત થયું હતું. બેભાન થયેલ યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. (તમામ તસવીર પ્રતિકાત્મક છે.)
2/3
રાંદેર તાડવાડી સંસ્કાર કોલોની ખાતે રહેતા પરેશ કિરણભાઈ પટેલ(27) ઓનલાઈન શોપીંગ કંપનીમાં ડિલિવરી બોય હતો. પરે ઘણાં સમયથી રેગ્યુલર કસરત કરતો હતો. રવિવારે સાંજે તે ઘરે કસરતો કરતો ત્યારે દંડ મારતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો. ત્યાર બાદ તરત જ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબેએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે હોસ્પિટલમાં જ મોતનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. જોકે પીએમ કરતાં હૃદય પર વધારે દબાણ આવવાને કારણે હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
3/3
સિવિલ હોસ્પિટલના સીએમઓએ જણાવ્યું કે, પીએમમાં મૃતકના પેટમાંથી ખોરાક મળ્યો છે. જમ્યા બાદ વધારે કસરત કરવાથી હૃદય પર દબાણ વધતા હાર્તએટેકથી મોત થયું હોય તેવી શક્યતા છે. હાલમાં સેમ્પલ લીધા છે, રિપોર્ટ આવ્યા બાદ કારણ સ્પષ્ટ થશે.