શોધખોળ કરો

AI: 12 વર્ષ સુધી અપંગ વ્યક્તિને AI કર્યો સાજો, સર્જાઈ ક્રાંતિ!

અત્યાર સુધી AIની મદદથી માનવ મનને વાંચવા અને સપનાનું અર્થઘટન કરવાના સમાચાર બહાર આવતા હતા. પરંતુ હવે AI નો વધુ એક અદ્ભુત કરિશ્મા જોવા મળ્યો છે.

AI helps paralysed man walk: આ વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે માર્કેટમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. દરરોજ AIને લઈને કોઈ ને કોઈ સમાચાર બહાર આવી રહ્યા છે. અત્યાર સુધી AIની મદદથી માનવ મનને વાંચવા અને સપનાનું અર્થઘટન કરવાના સમાચાર બહાર આવતા હતા. પરંતુ હવે AI નો વધુ એક અદ્ભુત કરિશ્મા જોવા મળ્યો છે. હકીકતે કેટલાક સંશોધકોએ એઆઈની મદદથી 12 વર્ષથી લકવાગ્રસ્ત વ્યક્તિને ઠીક કર્યો અને હવે તે સરળતાથી ચાલી શકે છે. આવનારા સમયમાં AI હેલ્થકેર સેક્ટરમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે.

ડિજિટલ બ્રિજ દ્વારા કરિશ્મા

વાસ્તવમાં, ગર્ટ-જાન ઓસ્કમ નામના વ્યક્તિએ 2011માં સાયકલ અકસ્માતમાં ચાલવાની ક્ષમતા ગુમાવી દીધી હતી અને તેને કમરથી નીચે તરફ લકવો થયો હતો. લકવાગ્રસ્ત થયા બાદ ઓસ્કમે આશા છોડી દીધી હતી કે તે ફરી ક્યારેય ચાલી શકશે. જો કે, 11 વર્ષ બાદ યુરોપિયન સંશોધકોની મદદથી ઓસ્કેમ ફરીથી દોડવામાં સફળ રહ્યો. સંશોધકોએ તેના મગજ અને કરોડરજ્જુમાં બે પ્રત્યારોપણ કર્યા, જેની મદદથી તેના મગજ અને કરોડરજ્જુ વચ્ચે જોડાણ થયું અને ઓસ્કમ તેના વિચારોની મદદથી ફરી ચાલી શક્યો. સંશોધકોએ ઓસ્કેમના મગજ અને કરોડરજ્જુ વચ્ચે એક ડિજિટલ બ્રિજ બનાવ્યો, જેની મદદથી તમામ ઇજાગ્રસ્ત ભાગોને બાયપાસ કરવામાં આવ્યા અને સિંગલ્સને સીધા કરોડરજ્જુમાં પહોંચાડવામાં આવ્યા.

સંશોધકોની ટીમના ભાગ હતા તેવા ન્યુરોસાયન્ટિસ્ટ ગ્રેગોઇર કોર્ટીને જણાવ્યું હતું કે, તેઓ ગર્ટ-જાન ઓસ્કમમાં ડિજિટલ બ્રિજ દ્વારા સંચાર પુનઃસ્થાપિત કરવામાં સક્ષમ હતા જે વિચારોને ક્રિયામાં ફેરવે છે. આ માટે ઓસ્કમના મગજનો એક ભાગ રોપવામાં આવ્યો હતો જે સામાન્ય રીતે પગના સ્નાયુઓને નિયંત્રિત કરે છે. આ ઇમ્પ્લાન્ટ વ્યક્તિના વિચારોને સમજે છે અને તેને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરે છે અને કરોડરજ્જુને પગના સ્નાયુઓને સક્રિય કરવા માટે સંકેતો આપે છે. બ્રેઈન-સ્પાઈન ઈન્ટરફેસની મદદથી વ્યક્તિ તેના પગને નિયંત્રિત કરી શકે છે અને પછી તેને ચાલવા, ચઢવા વગેરે માટે સંકેતો આપી શકે છે. આ આખી પ્રક્રિયામાં વ્યક્તિના માથા પર એક ચિપ મૂકવામાં આવે છે, જે ઉપકરણ દ્વારા કરોડરજ્જુમાં સિગ્નલ પહોંચાડે છે અને ડિજિટલ બ્રિજ બનાવવામાં આવે છે, જેની મદદથી વ્યક્તિ ક્રિયાઓ કરી શકે છે.

Google: AIના ગૉડફાધર કહેવાતા શખ્સ ગૂગલ છોડી દીધું, તમારે કારણ જરૂર વાંચવું જોઇએ......

તમે બધાએ અત્યાર સુધીમાં ચેટ GPT વિશે સાંભળ્યું જ હશે. આ એક AI ટૂલ છે. AI ટૂલ્સની મદદથી કામ કરવું પહેલા કરતા ઘણું સરળ બની ગયું છે. જ્યારે તમે, અમે અથવા અન્ય તમામ લોકો એકબાજુ AI વિશે ખુબ ઉત્સુક છે, તો બીજીબાજુ એક શખ્સ છે જેને AIને તેની સૌથી મોટી ભૂલ ગણાવી છે. હકીકતમાં, જ્યૉફ્રી હિન્ટનને AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ગૉડફાધર કહેવામાં આવે છે, જેઓએ 2012માં પોતાના બે સાથીઓ સાથે આ ટેક્નોલોજી પર પહેલીવાર કામ કર્યું અને અહીંથી AIનો ઉદય થયો.

ગૂગલમાંથી રાજીનામું આપ્યું
જ્યૉફ્રી હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને એક દાયકા કરતાં વધુ સમય સુધી Googleમાં કામ કર્યું અને AI સંબંધિત ક્ષેત્રમાં યોગદાન આપ્યું. ગૂગલમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યૉફ્રી હિન્ટને કહ્યું કે - AIની શોધ કરવી તેમની સૌથી મોટી ભૂલ હતી. તેમને કહ્યું કે તે પોતાની જાતને સાંત્વના આપે છે કે જો તેને આવું ન કર્યું હોત તો બીજા કોઈએ કર્યું હોત. જ્યૉફ્રી હિન્ટને જણાવ્યું હતું કે આજે કંપનીઓ ચેટ જીપીટી જેવા ટૂલ્સ બનાવવા માટે પાગલ થઈ રહી છે અને આ ક્ષેત્રમાં કૉમ્પીટીશનને રોકવી અશક્ય છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આવા ટૂલ્સ આવ્યા પછી ખોટી માહિતીનું ચલણ ઝડપથી વધશે અને સત્ય શું છે તે કોઈ કહી શકશે નહીં. આ ઉપરાંત જ્યૉફ્રી હિન્ટને કહ્યું કે એ પણ એક મોટો પડકાર હશે કે ખોટા લોકોને AIનો ખરાબ ઉપયોગ કરતા કેવી રીતે અટકાવવામાં આવશે.

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget