શોધખોળ કરો
Lockdown દરમિયાન Airtel એ મોટી ભેટ, મળશે ફ્રી ટોકટાઇમ અને વેલિડિટી
કપનીએ 14 એપ્રિલ સુધીમાં ખતમ થનારા તમામ પ્રીપેડ રિચાર્જ પેકની વેલેડિટી 17 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.

નવી દિલ્હીઃ દેશમાં વધી રહેલા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહીને મોટાપાયે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. આ દરમિયાન દેશમાં લો-ઈનકમ સબસ્ક્રાઇબર્સની મદદ માટે Airtel એ બે નવી જાહેરાત કરી છે. જેમાં કંપની 8 કરોડ લો ઈન્કમ સબસ્ક્રાઇબર્સને 10 રૂપિયાનો ટોક ટાઇમ આપી રહી છે. આ ટોક ટાઈમનો ઉપયોગ કોલ કરવા અને મેસેજ મોકલવા કરી શકાય છે. આ ઉપરાંત કપનીએ 14 એપ્રિલ સુધીમાં ખતમ થનારા તમામ પ્રીપેડ રિચાર્જ પેકની વેલેડિટી 17 એપ્રિલ સુધી લંબાવી દીધી છે. કંપનીએ એક મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું, 8 કરોડ એરટેલ પરિવારોને તેનાથી લાભ થશે. COVID-19ના કારણે જે પ્રવાસી શ્રમિકો અને દાડિયા મજૂરો લોકડાઉનના કારણે રિચાર્જ કરાવી શક્યા નથી તેમને લાભ થશે.
વધુ વાંચો





















