Instagram પર તમારી પૉસ્ટને કરાવવી છે ટ્રેન્ડ, તો અજમાવો આ સરળ ટ્રિક્સ
આજે અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારી પૉસ્ટને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરાવી શકો છો. આનાથી તમારા ફોલોઅર્સ પણ ઝડપથી વધી જશે.
Instagram Tricks: જો તમે ઇન્સ્ટાગ્રામ યૂઝ કરો છો, તો સ્વાભાવિક છે કે તમે પણ તમારી પૉસ્ટને વધુમા વધુ ટ્રેન્ડ થાય એવુ પણ ઇચ્છતા હશો. જે લોકોના ઇન્સ્ટાગ્રામ પર લાખ ફોલોઅર્સ હોય છે તે લોકોની પૉસ્ટ હંમેશા ટ્રેન્ડિંગમાં આવી જાય છે. આજે અમે તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારી પૉસ્ટને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરાવી શકો છો. આનાથી તમારા ફોલોઅર્સ પણ ઝડપથી વધી જશે.
જાણો ટ્રિક્સ વિશે.....
1. તમારી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટની સાથે જો તમે યોગ્ય હેશટેગનો ઉપયોગ કરશો તો આની રીચ ખુબ વધી જશે, અને આની ટ્રેન્ડિંગમાં આવવાની સંભાવના પણ ખુબ વધી જશે.
2. પોતાની પૉસ્ટ કરતી વખતે તમે ત્યાં જ લૉકેશનને જરૂર ટેગ કરો, જો તમે આમ કરશો તો તેનાથી સંબંધિત પૉસ્ટ કરનારા લોકોને તમારી પૉસ્ટ દેખાશે.
3. ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા ટ્રેન્ડિંગ ટૉપિક્સને સર્ચ કરી લો, તે પ્રમાણે તમે કન્ટેન્ટને પૉસ્ટ કરો, અને તેના સંબંધિત લોકોને ટેગ કરો. આનાથી તમારી પૉસ્ટને વધુ લોકો જોઇને રિએક્ટ કરી શકશે.
4. જો તમે તમારી ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ તે સમયે કરો જ્યારે સૌથી વધુ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ માટે તમારે ગૂગલ પર ઇન્સ્ટાની બેસ્ટ ટાઇમિંગ સર્ચ કરી શકો છો. જો તમે આમ કરો છો તો તમારી પૉસ્ટ ખુબ વાયરલ થઇ શકે છે.
5. તમે ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલી તમામ કન્ટેન્ટ અને પૉડકાસ્ટમાં ભાગ લઇને પોતાનો મત આપી શકો છો. ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે, જે તમારા મતને પણ લાઇક કે ડિસલાઇક કરી શકે છે.
6. તમે તસવીરો ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પૉસ્ટ કરવાના શરૂ કરી દો. હંમેશા લોકો તસવીરોની જગ્યાએ વીડિયો પર વધુ ધ્યાન આપે છે. આવમાં તમારી પૉસ્ટની રીચ અને ફોલોઅર્સ વધવાની સંભાવના વધુ રહેશે.