શોધખોળ કરો

હવે Apple થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટૉલેશનને આપી શકે છે પરમિશન, પરંતુ અચાનક કંપની આવુ કેમ કરી રહી છે ?

હકીકતમાં કેટલાક હેકર્સ અને સાયબર ઠગ ફક્ત થર્ડ પાર્ટી એપ્સથી લોકોની પ્રાઇવસી અને બેંકિંગને શિકાર બનાવે છે. તમારો ફોન થર્ડ પાર્ટી એપ દ્વારા જ માલવેરનો શિકાર બને છે

Apple App Store : જો તમે એપલ યૂઝર છો, તો તમને ખબર જ હશે કે, એપલ તેના iOS પ્લેટફોર્મ પર થર્ડ પાર્ટી એપ્લીકેશનને ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી આપતું નથી, એટલું જ નહીં આવું કરવુ પણ અહીં શક્ય નથી. હકીકતમાં કેટલાક હેકર્સ અને સાયબર ઠગ ફક્ત થર્ડ પાર્ટી એપ્સથી લોકોની પ્રાઇવસી અને બેંકિંગને શિકાર બનાવે છે. તમારો ફોન થર્ડ પાર્ટી એપ દ્વારા જ માલવેરનો શિકાર બને છે. આવામાં Apple યૂઝર્સને સુરક્ષા અને ગોપનીયતા અને માલવેરથી બચાવવા માટે થર્ડ પાર્ટી એપ્લીકેશન્સને ઇન્સ્ટૉલ કરવાની પરમિશન આપતુ નથી, પણ હવે આવુ નહીં થાય.

એપલ મોટા ફેરફારોની તૈયારીમાં  - 
એક નવો રિપોર્ટ બતાવે છે કે, આ બધું બદલાવાનું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, Apple તેના iOS પ્લેટફોર્મમાં મોટાપાયે ફેરફારો કરવા પર કામ કરી રહ્યું છે, અને આ ફેરફારો iOS 17માં જોવા મળી શકે છે. iOS 17 WWDC 2023માં રૉલઆઉટ થવાની સંભાવના છે. રિપોર્ટ અનુસાર, Apple iOS 17માં થર્ડ પાર્ટી સ્ટૉર્સ અને સાઇડલૉડિંગને પરમિશન આપી શકે છે. આ ઉપરાંત કંપની ઈન્સ્ટૉલેશન પેકેજને એન્ડ્રૉઈડની જેમ સીધું ચલાવવાની પણ મંજૂરી આપી શકે છે. જોકે આમાં કેટલી સત્યતા છે તેના અંગે હજુ કહી શકાય એમ નથી. કારણ કે આ પરમિશન તેની સાથે યૂઝરની પ્રાઈવસી સાથે જોડાયેલા અનેક સવાલો પણ લઈને આવશે.

એપલ અચાનક આવું કેમ કરી રહ્યું છે ?
Appleનું આ પગલું યૂરોપિયન યૂનિયનના ડિજિટલ માર્કેટ એક્ટના પાલનનો એક ભાગ છે. આ કાયદો માર્ચ 2024માં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ હેઠળ એપલે થર્ડ પાર્ટી એપ સ્ટૉર્સ ઉપરાંત તેના iPhones અને iPadsમાં સાઇડલૉડિંગ (વેબ પરથી ડાઉનલોડ કરેલ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરવાની) પરમિશન આપવી પડશે. આ અધિનિયમ દ્વારા અધિનિયમ નિષ્પક્ષ અને હેલ્ધી સ્પર્ધા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે.

શું દરેકને મળશે સુવિધા ?
રિપોર્ટ એ પણ ખુલાસો કરે છે કે, આ થર્ડ પાર્ટી એપ ફિચર ફક્ત યૂરોપમાં જ ઉપલબ્ધ હોઈ શકે છે. કારણ કે કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળતા એપલને યૂરોપિયન યુનિયનમાંથી પ્રતિબંધિત કરી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની યૂઝર્સ પાસેથી ચાર્જ પણ વસૂલી શકે છે.

ટોપ સ્ટોરી

હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેનો ડખ્ખો
Mansukh Vasava Warns: ભાજપમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ મુદ્દે મનસુખ વસાવાનો હુંકાર, નેતાઓને આપી ચેતવણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
Share Market Crash: શેરબજારમાં ભારે ઉથલપાથલ! ખુલતા જ સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
અફઘાનિસ્તાનને હરાવ્યા વિના ભારત સેમિફાઇનલમાં, એશિયન ગેમ્સમાં બની અજીબ ઘટના
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
Today Weather: આજે 18 રાજ્યોમાં મૂસળધાર વરસાદનું એલર્ટ, 60 ની સ્પીડે ફૂંકાશે પવન; IMD એલર્ટ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
વિરાટ કોહલીએ બનાવ્યા 4 મોટા રેકોર્ડ, છતાં કેમ ન મળ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
દિવાળી પહેલા ગ્રાહકોને લાગશે ઝટકો! 1 ઓક્ટોબરથી મોંઘા થઈ જશે AC, ફ્રિજ, TV અને વોશિંગ મશીન

Embed widget