iPhone: ઇન્તજાર ખતમ, જાણી લો ભારતમાં કેટલામાં પડશે નવો આઇફોન ?
iPhone 15 એપલ દ્વારા 12 સપ્ટેમ્બર, 2023એ લૉન્ચ કરવામાં આવશે. લોકો iPhone 15ના લૉન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
iPhone 15 Launch Date: એપલ પ્રૉડક્ટ્સ પ્રત્યે લોકોનો જુસ્સો એકદમ જોવા મળી રહ્યો છે. ભારતમાં iPhone ને લઈને ખુબ ક્રેઝ છે. અત્યાર સુધીમાં Apple દ્વારા iPhoneની 14 સીરીઝ લૉન્ચ કરવામાં આવી છે. હવે આ સીરીઝનો iPhone 15 ટૂંક સમયમાં લૉન્ચ થવા જઈ રહ્યો છે. આવામાં લોકો તેના લૉન્ચિંગ પહેલા જ તેની કિંમત વિશે જાણવા માંગે છે.
આઇફોન -
iPhone 15 એપલ દ્વારા 12 સપ્ટેમ્બર, 2023એ લૉન્ચ કરવામાં આવશે. લોકો iPhone 15ના લૉન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે iPhone 15ની કિંમતને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે અને લોકો જાણવા માંગે છે કે ભારતમાં iPhone 15ની કિંમત શું હોઈ શકે છે. જાણો અહીં...
આઇફોન 15 -
આઈફોનના પહેલાના મૉડલ્સ પર નજર કરીએ તો ભારતમાં આઈફોનના લૉન્ચ સાથે જ તેના બેઝ મૉડલની કિંમત 40-50 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આવામાં આ વખતે પણ એવું માનવામાં આવે છે કે iPhone 15 આ કિંમતથી સસ્તો નહીં હોય. કેટલીય મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે iPhoneના બેઝ મૉડલની કિંમતમાં વધારો થઈ શકે છે. જોકે, iPhoneની અસલી કિંમત કેટલી હશે તે iPhone લૉન્ચ થયા બાદ જ ખબર પડશે.
એપલ -
હાલમાં iPhone 14 (128 GB)ની કિંમત 79,999 રૂપિયા છે. આ જ ફોન ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર 66 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પછી ઉપલબ્ધ છે. આવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 15ની શરૂઆતની કિંમત 70 હજાર રૂપિયાથી વધુ હોઈ શકે છે. એવી અપેક્ષા છે કે Apple iPhone 15માં 128GB, 256GB, 512GB અને 1TB વેરિઅન્ટ્સ સામેલ હોઈ શકે છે.
ઘરે બેઠા આ રીતે જોઇ શકશો Appleની ઇવેન્ટ
Apple iPhone 15 Series Launch: જો તમે Appleની iPhone 15 સીરિઝ ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તવમાં આવતીકાલે કંપનીની 'વંડરલસ્ટ' ઇવેન્ટ છે જેમાં Apple iPhone 15 સીરીઝ સિવાય અન્ય ગેજેટ્સ લોન્ચ કરશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. તમે કંપનીની યુટ્યુબ ચેનલ, ઓફિશિયલ વેબસાઈટ અને Apple ટીવી દ્વારા લોન્ચ ઈવેન્ટ જોઈ શકશો. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સીરિઝ માટે પ્રી-ઓર્ડર શુક્રવારથી શરૂ થશે.
આ તમામ પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે
Apple iPhone 15 સીરિઝ હેઠળ 4 iPhone લોન્ચ કરશે જેમાં iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Maxનો સમાવેશ થશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું હતું કે કંપની પ્રો મેક્સ વેરિઅન્ટને અલ્ટ્રા નામથી લોન્ચ કરી શકે છે. આ વખતે તમને iPhone 15 Pro અને iPhone 15 Pro Maxમાં પરંપરાગત સ્ટેનલેસ સ્ટીલની જગ્યાએ હળવા વજનની ટાઇટેનિયમ ફ્રેમ જોવા મળશે. તમે બંને મોબાઈલ ફોન બ્લેક, સિલ્વર, ગ્રે અને ટાઈટેનિયમ કલરમાં ખરીદી શકશો. આ વખતે તમને નવી સીરીઝમાં ઘણા ફેરફારો જોવા મળશે જેમાં મોટી બેટરી, બેઝ મોડલમાં 48MP કેમેરા, પ્રો મેક્સમાં પેરીસ્કોપ લેન્સ અને ફાસ્ટ ચાર્જિંગ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ વિવિધ રંગોમાં ચાર્જિંગ કેબલ તૈયાર કર્યા છે. એટલે કે આને મોડલ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે. આઇફોન 15 સિવાય કંપની સ્માર્ટવોચ સીરીઝ 9 અને અલ્ટ્રા 2 વોચ પણ લોન્ચ કરશે. કંપની નવી વોચ સીરિઝમાં પહેલા કરતા વધુ સારા હાર્ટ રેટ સેન્સર અને U2 ચિપ આપશે.