શોધખોળ કરો

દુનિયાભરમાં 16 અબજ પાસવર્ડ થયા લીક, ભારત સરકારે Apple, Google અને Facebook યુઝર્સને આપી ચેતવણી

Password Leak: ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એક મોટી ચેતવણી જાહેર કરી છે

Password Leak: ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એક મોટી ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં 16 અબજથી વધુ પાસવર્ડ લીક થયા છે. આ અત્યાર સુધીની સૌથી મોટી ડેટા લીક ઘટનાઓમાંની એક માનવામાં આવે છે અને તે ભારતમાં કરોડો ઇન્ટરનેટ યુઝર્સને અસર કરી શકે છે, ખાસ કરીને જેઓ Apple, Google, Facebook, Telegram, GitHub અને VPN સેવાઓનો ઉપયોગ કરે છે.

લીક થયેલા ડેટાની શરૂઆત ક્યાંથી થઈ?

CERT-In ના રિપોર્ટ અનુસાર, આ લીક થયેલ પાસવર્ડ 30થી વધુ ડેટા ડમ્પમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે, જેના મુખ્ય સ્ત્રોત છે. માહિતી ચોરી કરનાર માલવેર જે યુઝર્સના કમ્પ્યુટર અથવા બ્રાઉઝર્સ પર અટેક કરે છે. ખોટી રીતે ગોઠવેલા ડેટાબેઝ, જેમ કે ઓપન Elasticsearch સર્વર. આ લીકમાં ફક્ત પાસવર્ડ જ નહીં, પરંતુ યુઝર્સના નામ અને પાસવર્ડ, ઓથેન્ટિકેશન ટોકન, એકાઉન્ટ સંબંધિત મેટાડેટા માહિતી પણ સામેલ છે.

આ ખતરો કેમ છે ખૂબ ગંભીર?

આ ડેટાની ચોરીના કારણે CERT-In એ ચાર મોટી સાયબર ખતરાઓની આશંકા વ્યક્ત કરાઇ છે.

ક્રેન્ડેશિયલ સ્ટફિંગઃ હેકર એક જ પાસવર્ડ અનેક સાઇટ્સ પર ઉપયોગ કરી શકે છે.

ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગઃ લીક થયેલી માહિતીનો ઉપયોગ કરીને નકલી પરંતુ વિશ્વાસપાત્ર કૌભાંડો કરી શકાય છે.

એકાઉન્ટ ટેકઓવર: હેકર્સ તમારા બેન્ક, સોશિયલ મીડિયા અથવા બિઝનેસ એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.

બિઝનેસ ફ્રોન્ડ અને રેન્સમવેર અટેક: કંપનીઓને નિશાન બનાવી શકાય છે અને છેતરપિંડી કરી શકાય છે.

પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવી? CERT-In ની સલાહ

CERT-In એ યુઝર્સને તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની સલાહ આપી છે.

તમારા બધા મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ, ખાસ કરીને ઇમેઇલ, બેન્કિંગ અને સોશિયલ મીડિયાના પાસવર્ડ તાત્કાલિક બદલો.

મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) સક્ષમ કરો, જેથી પાસવર્ડ લીક થયા પછી પણ કોઈ સરળતાથી લોગિન ન કરી શકે.

દરેક વેબસાઇટ માટે મજબૂત અને અલગ પાસવર્ડ બનાવવા માટે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો.

ફિશિંગ ઇમેઇલ્સથી સાવધ રહો, ખાસ કરીને એવા ઇમેઇલ્સથી જે તમને સુરક્ષા ચેતવણીના આડમાં તમારો પાસવર્ડ રીસેટ કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરે છે

હવે સાવધ રહો

16 અબજથી વધુ પાસવર્ડ લીક થયા છે, અને આ ઘટના દરેક ઇન્ટરનેટ યુઝર્સ માટે ચેતવણી છે. જો તમે હજુ સુધી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ નથી, તો પણ હવે તમારી ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવવી મહત્વપૂર્ણ છે. તમારા પાસવર્ડ બદલો, MFA સક્ષમ કરો અને તમારા ઓનલાઈન એકાઉન્ટ્સને સુરક્ષિત કરો.

ટોપ સ્ટોરી

સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
સરકારે મોબાઇલ રિચાર્જના નિયમો બદલી નાંખ્યા: Jio, Airtel, Vi ના ગ્રાહકોને થશે સીધી અસર
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!
ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ: iPhone 17 અને Galaxy S25 પર મળશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ!

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી
Pabubha Manek: '₹20-25 લાખ ખર્ચી ચૂંટણી બિનહરીફ કરાવી દઉં': ભાજપ MLAના વાયરલ વીડિયોથી ખળભળાટ!
Hun To Bolish : હું તો બોલીશ : દોડ ગાંધીનગરની, ચિંતા બિનહરીફની
Hun To Bolish : હું તો બોલીશ : રમવા છે ગરબા ? ખર્ચવા પડશે રૂપિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
Stock Market Crash: શેરબજારમાં બ્લેક મન્ડે; સેન્સેક્સ 1,124 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹8 લાખ કરોડ સ્વાહા!
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
Embed widget