શોધખોળ કરો

MacBook Air 15 દમદાર ફિચર્સ સાથે આ તારીખે થશે લૉન્ચ, શું કિંમત આગળના મૉડલ કરતાં હશે સસ્તી ?

લીક રિપોર્ટ્સ અનુસાર, MacBook Air 15 હાલમાં M2-સંચાલિત MacBook Air 13 જેવું જ હોઈ શકે છે.

Apple MacBook Air Laptop : ટેક જાયન્ટ્સ Apple આગામી સમયમાં યોજાનારી WWDC 2023 ઇવેન્ટમાં પોતાનુ નવું ઇનૉવેશન એટલે કે 15-ઇંચનું MacBook Air લેપટૉપ લૉન્ચ કરી શકે છે. આ ઇવેન્ટ 5 જૂન 2023એ યોજાશે. MacBook Air 15 એ Appleના ઇન-હાઉસ M2 SoC (સિસ્ટમ-ઓન-ચિપ) દ્વારા સંચાલિત હોવાની વાત સામે આવી છે, જે ન્યૂ જનરેશન MacBook Air 13 માં પણ આપવામાં આવી છે. આ ઇવેન્ટમાં Apple iPhones, iPads માટે iOS 16 અને iPadOS 16 સહિત બીજી કેટલીય વસ્તુઓ પણ લૉન્ચ કરી શકે છે. Apple AR/VR હેડસેટ માટે OS (ઓપરેટિંગ સિસ્ટમ) પણ રિલીઝ કરી શકે છે. 

MacBook Air 15 સંભવિત ફિચર્સ - 
લીક રિપોર્ટ્સ અનુસાર, MacBook Air 15 હાલમાં M2-સંચાલિત MacBook Air 13 જેવું જ હોઈ શકે છે. આનો મતબલ એ છે કે અપકમિંગ MacBook Air 15માં મેટલ ચેસિસ અને નૉન-ટચ LED ડિસ્પ્લે મળી શકે છે. આમાં LED ડિસ્પ્લે પેનલ હોવા છતાં લેપટોપ 2560x1664 પિક્સેલ અને 500nits બ્રાઈટનેસના નેટિવ રિઝૉલ્યૂશનને સપૉર્ટ કરશે. MacBook Air 15માં 1080p ફેસટાઇમ કેમેરા અને Wi-Fi 6 કનેક્ટિવિટી સપૉર્ટ પણ મળશે. આ ઉપરાંત એપલ ફાસ્ટ ચાર્જિંગ સપૉર્ટ સાથે મોટી બેટરી એડ કરવાનું પણ વિચારી શકે છે.

MacBook Air 15ની અનુમાનિત કિંમત - 
હવે નવા મૉડલમાં 15-ઇંચની સ્ક્રીનને સામેલ કરવામાં આવશે. જેથી ભાવમાં થોડો વધારો થઈ શકે છે. હાલમાં M2 SoC અને 256GB SSD સાથે MacBook Air 13 ની કિંમત 1,19,900 રૂપિયા છે. તેના 512GB SSD સાથે ટૉપના વેરિઅન્ટની કિંમત 1,49,900 રૂપિયા છે. કિંમત વિશે સ્પષ્ટ કંઈ કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલમાં માર્કેટમાં એવી વાતો ચાલી રહી છે કે, આની કિંમત MacBook Air 13 કરતાં વધુ હશે. 

MagicBook X14 અને MagicBook X16 લૉન્ચ  - 
Honor એ દેશમાં બે નવા લેપટોપ MagicBook X14 અને MagicBook X16 લૉન્ચ કર્યા છે. બંને લેપટૉપને શાનદાર ફિચર્સ સાથે લૉન્ચ કરવામાં આવ્યા છે. તમે આ લેપટૉપનો યૂઝ અભ્યાસ, બ્રાઉઝિંગ કે ઓફિસના કામ માટે કરી શકો છો, પરંતુ, તમે આમાં ગેમિંગ અથવા એડિટિંગ કરી શકશો નહીં. આ લેપટોપ 12મી જનરેશન ઇન્ટેલ કૉર પ્રૉસેસર સાથે આવે છે. બંને લેપટોપમાં એલ્યૂમિનિયમ મેટલ બૉડી આવે છે.

Apple પોતાના યૂઝર્સને આપ્યુ મોટુ અપડેટ, હવે આ પ્રકારની સમસ્યાઓ થશે મિનિટોમાં ખતમ, જાણો

Apple Rapid Security response Update: દુનિયાની મોટી ટેક જાયન્ટ્સ કંપની એપલે iOS, iPadOS અને macOS માટે Rapid Security Response નામનું અપડેટ રિલીઝ કર્યુ છે. ખરેખરમાં, આ એક નવા પ્રકારનું સૉફ્ટવેર અપડેટ છે જે Appleની તમામ પ્રૉડક્ટ્સમાં મોટી મોટી બગો અને એરરને રિપેર કરશે, કંપનીએ પોતાના સપૉર્ટ પેજ પર લખ્યું છે કે આ અપડેટ સફારી બ્રાઉઝર, વેબકિટ ફ્રેમવર્ક સ્ટેક અને અન્ય સિસ્ટમ લાઇબ્રેરી સહિતની ઘણીબધી વસ્તુઓને રિપેર કરશે. આ અપડેટ સૉફ્ટવેર અપડેટ કરતાં વધુ ઝડપથી ડાઉનલૉડ થાય છે, અને યોગ્ય રીતે ઇન્સ્ટૉલ થયા પછી ઑપરેટિંગ સિસ્ટમની પાછળ a લખવામાં આવે છે.

માની લો કે, તમે Mac યૂઝર છો અને તેમાં macOS 13.3.1 છે, તો Rapid Security Response ડાઉનલૉડ અને ઇન્સ્ટૉલ થઈ ગયા પછી તમને સિસ્ટમ પર macOS 13.3.1 (a) લખેલું દેખાશે.

માત્ર આમને જ મળશે અપડેટ 
રેપિડ સિક્યૉરિટી રિસ્પૉન્સ અપડેટ Apple એ લેટેસ્ટ સૉફ્ટવેર વર્ઝન માટે રૉલ આઉટ કર્યું છે, જેમાં iOS 16.4.1, iPadOS 16.4.1 અને macOS 13.3.1 સામેલ છે. જો તમે જુની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો છો તો તમને આ દેખાશે નહીં.

આ રીતે કરો અપડેટ 
iPhone પર Rapid Security Response અપડેટ ડાઉનલૉડ કરવા માટે, Settings > Software Update > Automatic Updates પર જાઓ. ધ્યાન રહે કે તમે "સિક્યૉરિટી રિસ્પૉન્સ અને સિસ્ટમ ફાઇલ્સ" નો ઓપ્શન ઓન કરેલો હોય. આ અપડેટ મેક પર પણ ડાઉનલૉડ કરવાની રહેશે. MacRumours પ્રમાણે, હમણાં અમૂક જ લોકોને આ અપડેટ દેખાઇ રહ્યુ છે. આગામી 48 કલાકમાં આ તમામ Mac યૂઝર્સને દેખાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget