શોધખોળ કરો

5G Service: ​એપલના આઇફોન પર આ તારીખથી ચાલુ થઇ જશે ​5G સર્વિસ, જાણો લાભ લેવા માટે શું કરવું પડશે તમારે

આઇફોનમાં 5G સેવા બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ અંતર્ગત મળશે, આમાં ભાગ લેનારા એરટેલ અને જિયોના ગ્રાહકો અપડેટ બાદ 5G નો ઉપયોગ કરી શકશે

5G service on Apple iPhone: એપલ યૂઝર્સ માટે સારા સમાચાર છે, હવે દેશભરમાં આઇફોનનો ઉપયોગ કરનારા લોકો 5G સેવાનો લાભ ઉઠાવી શકશે. આ સુવિધા 07 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. યૂઝર્સને આ સુવિધા આઇઓએસ 16 બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામના માધ્યમથી મળશે. ટેલિકૉમ મિનિસ્ટ્રી અનુસાર, 5Gને એક સૉફ્ટવેર અપડેટના માધ્યમથી ઇનેબલ કરવામાં આવશે, અને ડિસેમ્બર મહિનામાં તમામ આઇફોન પર આને શરૂ કરી દેવામાં આવશે. જ્યારે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 5G ફોન પહેલાથી જ માર્કેટમાં આવી ગયા હતા. વનપ્લસ, સેમસંગ, રિયલમી અને અન્ય કંપનીઓ છેલ્લા કેટલાય મહિનાઓથી સતત 5G સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. 

આઇફોનમાં 5G સેવા બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ અંતર્ગત મળશે, આમાં ભાગ લેનારા એરટેલ અને જિયોના ગ્રાહકો અપડેટ બાદ 5G નો ઉપયોગ કરી શકશે. આઇફોન 14, આઇફોન 13, આઇફોન 12 અને આઇફોન એસઇ (3rd જનરેશન) ફોન ચલાવનારા યૂઝર્સ 5Gના બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામનો ઉપયોગ કરી શકશે. 

એપલ બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ ઉપયોગકર્તાને સૉફ્ટવેરને વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ થયા પહેલા રિલીવ પૂર્વ સૉફ્ટવેર અજમાવવા અને નવીનત્તમ સુવિધાઓનો અનુભવ કરવા આપે છે. Apple બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામનો ઉપયોગ કરવા માટે લેટેસ્ટ પબ્લિક બીટા સુધી પહોંચવા માટે પોતાના iPhoneને નૉમિનેટ કરવો પડશે. યૂઝર્સ Apple બીટા સૉફ્ટવેર પ્રૉગ્રામ વિશે વધુ જાણકારી માટે beta.apple.com પર જઇ શકો છો. 

5G in India: ભારતમાં આ શહેરમાં પહેલાથી છે 5G, અને આ શહેરોમાં આવી રહ્યુ છે 5G, જાણો દરેક શહેરનું લિસ્ટ....

આ શહેરોમાં 5G છે - 

દિલ્હી (Jio & Airtel)
કોલકત્તા (Jio)
મુંબઇ (Jio & Airtel)
વારાણસી (Jio & Airtel)
ચેન્નાઇ (Airtel)
બેંગ્લુરુ (Airtel)
હૈદરાબાદ (Airtel)
સિલીગુડી (Airtel)
નાગપુર (Airtel)

આ શહેરોમાં જલદી આવશે 5G - 

અમદાવાદ (Jio & Airtel)
ચંડીગઢ (Jio & Airtel)
ગાંધીનગર (Jio & Airtel)
ગુરુગ્રામ (Jio & Airtel)
હૈદરાબાદ (Jio & Airtel)
પુણે (Jio & Airtel)
જામનગર (Jio)
ચેન્નાઇ (Jio)
લખનઉ (Jio)
બેંગ્લુરુ (Jio)
કોલકત્તા (Airtel)
ચંડીગઢ (Airtel) 

5G Speed Test: Jioએ દિલ્હીમાં 600 Mbps 5G સ્પીડને મેળવી, જાણો એરટેલની સ્પીડ કેવી રહી - 

દિલ્હીમાં ઝડપ

દિલ્હીમાં, એરટેલે 197.98 Mbps પર લગભગ 200 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી, જ્યારે Jio એ લગભગ 600 Mbps (598.58 Mbps)ની ઝડપ રેકોર્ડ કરી.

કોલકાતામાં ઝડપ

કોલકાતામાં, ઑપરેટર્સની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જૂનથી સૌથી વધુ બદલાઈ છે. એરટેલની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 33.83 Mbps હતી જ્યારે Jioની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 482.02 Mbps હતી.

મુંબઈમાં ઝડપ

મુંબઈમાં, એરટેલ જૂનથી અત્યાર સુધીમાં Jioના 515.38 Mbps સરેરાશ ડાઉનલોડની સરખામણીમાં 271.07 Mbpsની સરેરાશ ડાઉનલોડ સ્પીડ પર પહોંચી ગઈ છે.

વારાણસીમાં ઝડપ

વારાણસીમાં Jio અને Airtelની ડાઉનલોડ સ્પીડ લગભગ સમાન છે. એરટેલે જૂન 2022 થી Jioની 485.22 Mbps સરેરાશ ડાઉનલોડ સ્પીડ સામે 516.57 Mbps સ્પીડ હાંસલ કરી છે.

ભારતી એરટેલે આઠ શહેરોમાં તેની 5G સેવાઓ શરૂ કરી છે અને Jioનું 5G બીટા ટેસ્ટ 'JioTr 5G ફોર ઓલ' હવે ચાર શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કઈ પાર્ટીમાં જોડાશે ખજૂરભાઇ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા ફેંક' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : વહેલો ન્યાય, 'સત્યમેવ જયતે'
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
Trump Warning: યુરોપ પર 25% ટેરિફનો બોમ્બ! ગ્રીનલેન્ડ માટે ટ્રમ્પ જીદે ચડ્યા, 8 દેશોના અર્થતંત્ર પર ખતરો
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
U19 World Cup: ભારતની બાંગ્લાદેશ સામે રોમાંચક જીત, વૈભવ સૂર્યવંશીએ હવામાં ઉડીને જે કર્યું તે જોઈને ફેન્સ દંગ રહી ગયા
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
IndiGo પર DGCA નો કોરડો: હજારો ફ્લાઈટ્સ રદ કરવા અને નિયમ ભંગ બદલ ₹22 કરોડનો તોતિંગ દંડ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Embed widget