WhatsApp પર અજાણ્યા નંબર પરથી તમને કોઇ કરી રહ્યું છે પરેશાન, ઓન કરો આ સેટિંગ
આજકાલ વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી મેસેજ આવવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે

આજકાલ વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી મેસેજ આવવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે. ક્યારેક આ મેસેજ એટલા બધા હોય છે કે તેનાથી માથાનો દુખાવો થવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે WhatsApp માં એક ખાસ ફીચર છે જે અજાણ્યા નંબરોથી આવતા મેસેજને આપમેળે બ્લોક કરી શકે છે? જો નહીં તો હમણાં જ જાણો અને આ ફીચરનો ફાયદો ઉઠાવો
વોટ્સએપે તાજેતરમાં એક પ્રાઇવેસી ફીચર લોન્ચ કર્યું છે જેનું નામ છે 'Block Unknown Account Messages'. આ ફીચર ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે કોઈ અજાણ્યો નંબર તમને સતત મેસેજ મોકલતો હોય. પહેલા આવું કંઈ નહોતું, પરંતુ હવે આ ફીચરની મદદથી તમે આ ખલેલ પહોંચાડતા મેસેજથી સરળતાથી છૂટકારો મેળવી શકો છો.
આ ફીચર કેવી રીતે ઓન કરશો?
-સૌ પ્રથમ તમારી WhatsApp એપ ઓપન કરો.
-પછી જમણી બાજુના ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને Settings વિકલ્પ પર જાવ.
-હવે Privacy વિકલ્પ પર ક્લિક કરો.
-જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને Advanced વિકલ્પ દેખાશે. અહીં ક્લિક કરતાની સાથે જ Block Unknown Account Messages ફીચર દેખાશે.
-તેને ઓન કરો
-જ્યારે આ ફીચરને એક્ટિવ કરો છો ત્યારે કોઈપણ અજાણ્યા નંબર પરથી વારંવાર આવતા મેસેજ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે નહીં. આ ફીચર તમારા WhatsAppને વધુ સુરક્ષિત અને આરામદાયક બનાવશે.
તો જો કોઈ અજાણ્યો નંબર તમને સતત ખલેલ પહોંચાડતા મેસેજ મોકલે તો તમે આ સરળ સેટિંગને એક્ટિવ કરીને આ સમસ્યાને સરળતાથી ઉકેલી શકો છો.
દેશમાં સાયબર છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે એક નવા કૌભાંડનો ખુલાસો થયો છે જ્યાં વોટ્સએપ પર એક ફોટો મારફતે છેતરપિંડી કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ ઘટના મહારાષ્ટ્રના 28 વર્ષીય યુવક પ્રદીપ જૈન સાથે બની હતી, જેમાં તેણે વોટ્સએપ પર મોકલેલો ફોટો ડાઉનલોડ કર્યા પછી 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું હતું. આ ફોટો કોઈ વૃદ્ધ માણસનો લાગતો હતો પણ વાસ્તવમાં તે એડવાન્સ હેકિંગ ટેકનિક 'સ્ટેગ્નોગ્રાફી' મારફતે બનાવવામાં આવેલું એક માયાજાળ હતી.
છેતરપિંડી કેવી રીતે થઈ?
મળતી માહિતી મુજબ, પ્રદીપને સવારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને પછી તે જ નંબર પરથી વોટ્સએપ પર ફોટો સાથે એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે "શું તમે આ વ્યક્તિને જાણો છો?" શરૂઆતમાં તેણે તેને નજરઅંદાજ કર્યું પરંતુ વારંવાર ફોન આવતાં તેણે બપોરે 1:35 વાગ્યે ફોટો ડાઉનલોડ કર્યો. તેને ખ્યાલ નહોતો કે આ એક ક્લિક તેના મોબાઈલની સુરક્ષાને જોખમમાં મૂકી દેશે. થોડી જ મિનિટોમાં હૈદરાબાદના એક ATM દ્વારા તેના કેનેરા બેન્ક ખાતામાંથી 2.01 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. જ્યારે બેન્કે ટ્રાન્જેક્શનની તપાસ કરી ત્યારે હેકર્સે તેના અવાજની નકલ કરીને બેન્ક સાથે છેતરપિંડી કરી હતી.





















