Samsung Offer: સેમસંગે આ સ્માર્ટફોન્સ પર કર્યુ 10000 રૂપિયા સુધીના બૉનસનુ એલાન, જાણો ડિટેલ્સ....
કંપનીનુ માનવુ છે કે આ ઓફર્સ આવવાથી ફૉલ્ડેબલ સ્માર્ટફોન વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે,
Samsung Cashback Offer: સેમસંગે ગયા વર્ષે ઓગસ્ટમાં Galaxy Z Fold 3 5G અને Galaxy Z Flip 3 5Gને ભારતમાં લૉન્ચ કર્યો હતો. બે ફૉલ્ડેબલ સ્માર્ટફોનના લૉન્ચ સાથે, કંપનીએ એચડીએફસી બેન્ક કાર્ડ ધારકો માટે કેટલીક કેશબેક ઓફરની પણ જાહેરાત કરી હતી. હવે કંપની તરફથી વધુ બેન્કોને જોડીને બન્ને સ્માર્ટફોન્સ પર ઓફર્સનો વિસ્તાર કર્યો છે. કંપનીનુ માનવુ છે કે આ ઓફર્સ આવવાથી ફૉલ્ડેબલ સ્માર્ટફોન વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે, નવા કેશબેક ઓફર્સ જોડ્યા બાદ ICICI બેન્ક અને SBI બેન્કના ગ્રાહકો પણ બન્ને સ્માર્ટફોનને વ્યાજબી કિંમતે ખરીદી શકશે.
Samsung Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3 પર ઓફર-
ગેલેક્સી Z Flip 3 5Gની ખરીદી પર 10,000 રૂપિયા અને ગેલેક્સી Z Fold 3 5Gની ખરીદી પર 7,000 રૂપિયા અપગ્રેડ બૉનસ આપવામાં આવી રહ્યું છે.
- આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ અને એચડીએફસી બેન્ક જેવી બેન્કોના માધ્યમથી 7,000 રૂપિયાનુ બેન્ક કેશબેક કે સેમસંગ ફાયનાન્સ+ના માધ્યમથી 5,000 રૂપિયાનુ કેશબેક લઇ શકાય છે.
આ ઉપરાંત એક બન્ડલ ઓફર પણ છે, જેમાં ગ્રાહક 11,999 રૂપિયાના ગેલેક્સી બડ્સ 2ને 1,999 રૂપિયાની ફ્લેટ કિંમત પર ખરીદી શકે છે.
આ લિમીટેડ સમયની ઓફર છે, અને Samsung.com, સેમસંગ એક્સક્લૂસિવ સ્ટૉર્સ, મુખ્ય રિટેલ સ્ટૉર્સ અને મુખ્ય ઇ-કોમર્સ પૉર્ટલ્સ પરથી પ્રાપ્ત કરી શકાય છે.
Samsung Galaxy Z Fold 3 અને Galaxy Z Flip 3ની કિંમત-
સેમસંગ ગેલેક્સી ઝેડ ફૉલ્ડ 3 બે વેરિએન્ટમાં આવે છે, - 256GB અને 512GB આની કિંમત ક્રમશઃ 1,49,999 રૂપિયા અને 1,57,999 રૂપિયા છે. બીજીબાજુ ગેલેક્સી Z ફ્લિપ 3 પણ બે સ્ટૉરેજ ઓપ્શનની સાથે આવે છે. જેની કિંમત 128GB માટે 84,999 રૂપિયા અને 256GB વર્ઝન માટે 88,999 રૂપિયા છે.
ફિચર્સ-
Samsung Galaxy Z Flip 3 8 જીબીની રેમની સાથે આવે છે, વળી Samsung Galaxy Z Fold 3 12 જીબી રેમની સાથે આવે છે. ઝેડ ફ્લિપ 3માં 12-12 મેગાપિક્સલના 2 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. વળી ફૉલ્ડ 3 માં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ત્રણેય કેમેરા 12-12 મેગાપિક્સલના છે.
આ પણ વાંચો......
MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ
IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ
Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............
સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત