Data Plan: આ કંપનીએ લૉન્ચ કર્યો ગજબનો પ્લાન, એક જ રિચાર્જમાં મળશે ડેટા-કૉલિંગ, OTT અને બ્રૉડબેન્ડ
Vodafone Idea એ Vi One બન્ડલ રિચાર્જ લૉન્ચ કર્યું છે. આ પ્લાનમાં યૂઝર્સને મોબાઈલ પ્લાન, OTT સબસ્ક્રિપ્શન અને હાઈ-સ્પીડ બ્રૉડબેન્ડ મળે છે
Broadband Plan: અત્યારે દેશમાં ટેલિકૉમ સેક્ટરમાં જોરદાર ડેટા વૉર ચાલી રહ્યું છે. વૉડાફોન આઈડિયા ભારતીય ટેલિકોમ માર્કેટમાં ટકી રહેવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં એક નવી રિચાર્જ પ્લાન કેટેગરી લૉન્ચ કરી છે, જે સીધી એરટેલ બ્લેક સાથે સ્પર્ધા કરશે. Vodafone Idea એ Vi One બન્ડલ રિચાર્જ લૉન્ચ કર્યું છે. આ પ્લાનમાં યૂઝર્સને મોબાઈલ પ્લાન, OTT સબસ્ક્રિપ્શન અને હાઈ-સ્પીડ બ્રૉડબેન્ડ મળે છે. Viનું આ રિચાર્જ 2021માં લૉન્ચ કરવામાં આવેલા એરટેલ બ્લેક જેવું જ છે. આ પ્લાન એવા લોકો માટે છે જેઓ તેમની તમામ સર્વિસ માટે એક જ રિચાર્જ ઈચ્છે છે. જાણો શું છે આ નવો પ્લાન.... .
Vi One રિચાર્જ પ્લાન અને બેનિફિટ્સ -
પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેમ તમને આ રિચાર્જમાં કેટલીય ખાસ સર્વિસ મળશે. આ પ્લાન એવા લોકો માટે છે જેઓ ટેલિકોમ સંબંધિત સર્વિસ માટે અલગ બીલ ઇચ્છતા નથી. આમાં તમને એક જ પ્લાનમાં મોબાઇલ રિચાર્જ, OTT સબસ્ક્રિપ્શન અને બ્રૉડબેન્ડ કનેક્શનનો ઍક્સેસ મળશે, અથવા એમ કહો કે તમારે આ બધી સર્વિસ માટે માત્ર એક જ બીલ ચૂકવવું પડશે.
કંપની આ કેટેગરીમાં ચાર પ્લાન ઓફર કરી રહી છે. બે પ્લાન 93 દિવસની વેલિડિટી સાથે આવે છે અને અન્ય બે 368 દિવસની વેલિડિટી માટે અવેલેબલ હશે. આ તમામ પ્લાન Vi Hero અનલિમિટેડ ઓફર સાથે આવે છે. આમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ, દરરોજ 2GB ડેટા અને 100 SMS મળે છે.
2192 રૂપિયાનો પ્લાન -
- યુ બ્રૉડબેન્ડ પરથી 40Mbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા મળશે.
- Disney+ Hotstar Mobile, SonyLIV મોબાઈલ અને ZEE5 ની ઍક્સેસ 90 દિવસ માટે
- Vi Movies અને TV VIPનો એક્સેસ
- Vikend ડેટા રોલઓવર અને આખી રાત ઓફર કરે છે
3109 રૂપિયાનો પ્લાન -
- 100Mbps સ્પીડ પર અનલિમીટેડ બ્રૉડબેન્ડ ડેટા.
- Disney+ Hotstar Mobile, SonyLIV મોબાઈલ અને ZEE5નું ઍક્સેસ 90 દિવસ માટે.
- Vi Movies અને TV VIP ની ઍક્સેસ.
- Vikend ડેટા રૉલઓવર અને આખી રાત ઓફર કરે છે.
8,390 રૂપિયાનો પ્લાન -
- 40Mbps સ્પીડ પર અનલિમિટેડ ડેટા.
- Disney+ Hotstar Mobile, SonyLIV Mobile અને ZEE5 એક વર્ષ માટે ઍક્સેસ કરો.
- Vi Movies અને TV VIPનું ઍક્સેસ.
- Vikend ડેટા રૉલઓવર અને આખી રાત ઓફર કરે છે.
12,155 રૂપિયાનો પ્લાન-
- 100Mbps સ્પીડ પર અનલિમિટેડ ડેટા.
- Disney+ Hotstar Mobile, SonyLIV Mobile અને ZEE5 એક વર્ષ માટે ઍક્સેસ કરો.
- Vi Movies & TV VIP સબ્સ્ક્રિપ્શન.
- Vikend ડેટા રૉલઓવર અને આખી રાત ઓફર કરે છે.