શોધખોળ કરો

આ છે BSNL, Airtel અને Jio ના સૌથી સસ્તા પ્લાન! જાણો શું મળશે ફાયદા 

ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને સસ્તા ડેટા પ્લાન પ્રદાન કરવા માટે સ્પર્ધા કરી રહી છે.

Cheapest Internet Plans: ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને સસ્તા ડેટા પ્લાન પ્રદાન કરવા માટે સ્પર્ધા કરી રહી છે. BSNL, Airtel અને Jio દેશની મુખ્ય ટેલિકોમ કંપનીઓ છે જે તેમના વપરાશકર્તાઓને સસ્તા પ્લાન પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને આ કંપનીઓના સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

BSNLનો સૌથી સસ્તો ઈન્ટરનેટ પ્લાન 

BSNL વિશે વાત કરીએ તો, સરકારી ટેલિકોમ કંપની હોવા છતાં, તે તેના સસ્તા ડેટા પ્લાન માટે જાણીતી છે. BSNLનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન 16 રૂપિયાથી શરૂ થાય છે જેમાં યુઝર્સને 2GB ડેટા મળે છે અને તેની વેલિડિટી એક દિવસની છે. આ સિવાય BSNL 98 રૂપિયાના પ્લાનમાં 22 દિવસ માટે દરરોજ 2GB ડેટા આપે છે.

એરટેલનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન

એરટેલની વાત કરીએ તો તે દેશની મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓમાંથી એક છે. કંપની તેના વપરાશકર્તાઓને સસ્તું અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્લાન પ્રદાન કરે છે. એરટેલનો સૌથી સસ્તો ડેટા પેક 19 રૂપિયામાં આવે છે જેમાં 1GB ડેટા અને 1 દિવસની વેલિડિટી મળે છે. જો તમને થોડો વધુ ડેટા જોઈએ છે, તો 100 રૂપિયાના પ્લાનમાં 5GB ડેટા આપવામાં આવે છે.

Jioનો સૌથી સસ્તો ઇન્ટરનેટ પ્લાન 

જો આપણે Jio પર નજર કરીએ તો આ કંપની તેના સસ્તા અને આકર્ષક પ્લાન માટે જાણીતી છે. Jioનો સૌથી સસ્તો ઈન્ટરનેટ પ્લાન 15 રૂપિયાનો છે જેમાં યુઝર્સને 1GB ડેટા અને 1 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. 91 રૂપિયાના પ્લાનમાં, કુલ 6GB ડેટા 28 દિવસ માટે ઉપલબ્ધ છે, જે ઓછા ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

BSNL, Airtel અને Jio ત્રણેય ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ સસ્તા ઇન્ટરનેટ પ્લાન પ્રદાન કરે છે. જો તમને વધુ સારી સ્પીડ અને કનેક્ટિવિટી જોઈતી હોય તો Airtel અને Jio સારા વિકલ્પો હોઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ખાનગી કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યા બાદ ગ્રાહકો બીએસએનએલ તરફ વળ્યા છે. લોકો બીએસએનએલમાં પોતાનો નંબર પોર્ટ કરી રહ્યા છે. આ સરકારી કંપની પાસે પણ ઘણા બધા પ્લાન ઉપલબ્ધ છે.   

ટોપ સ્ટોરી

AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
AI Fashion App: ઘરના કબાટમાં મુકેલા કપડામાંથી AI બનાવશે નવા આઉટફિટ, Metaની નવી એપ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
Jio ની દિવાળી ભેટ: માત્ર ₹147 થી શરૂ થતા 4 નવા સસ્તા પ્લાન લોન્ચ, મળશે અનલિમિટેડ કોલિંગ
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
5 નવેમ્બરે ભારતમાં લોન્ચ થશે Motorola નો 200MP કેમેરાવાળો ફ્લેગશિપ ફોન
Phone Charging Tips: રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ
Phone Charging Tips :રાત્રે ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાઓ છો? તો સાવધાન જાણો શું છે જોખમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ વચ્ચે માવઠું
Hun To Bolish | હું તો બોલીશ | સરદારનું ભારત
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, એકતા પરેડમાં ગુજરાતની ઝાંખીની ઝલક
Rashtriya Ekta Diwas: ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય પરેડ, 'નક્સલ મુક્ત ભારત'ની થીમ પર કાર્યક્રમ
Gandhinagar Protest News: ગાંધીનગરમાં વન કર્મચારીઓનો વિરોધ, ગ્રેડ પે સહિત 5 પડતર પ્રશ્નોનો ઉકેલ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, દિવાળીથી દેવ દેવાળી સુધી રહેશે વરસાદી માહોલ
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
ધનતેરસ પર સોનામાં આકર્ષક રોકાણની સુવર્ણ તક: 1 લાખના ખર્ચ પર મેળવો 25% વધુ સોનું!
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
Rajkot: રાજકોટ દારુ પાર્ટીમાં મોટો ખુલાસો, અમદાવાદની અભિનેત્રી સહિત મોટા ઉદ્યોગપતિઓ હતા સામેલ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
ભુવનેશ્વર IN, ટીમ ઈન્ડિયામાં વધુ એક ધાકડ બોલરની વાપસી, હેમિલ્ટનમાં ભારતની પહેલા બેટિંગ
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
V2H Technology: શું ઈલેક્ટ્રોનિક કારથી ઘરના પંખા અને લાઈટ ચલાવી શકાય, જાણીલો જવાબ?
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
રામલીલા મેદાનમાં વિપક્ષનું શક્તિ પ્રદર્શન, રેલીમાં 10 લાખ લોકો પહોંચવાનો દાવો
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
World Vegan Day: વીગન ડાયેટ શું છે અને તેમાં શું ખાવામાં આવે છે? જાણો ફાયદા
Embed widget