BSNLના આ છે સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન, 50 રૂપિયાથી ઓછામાં એક મહિનાની વેલિડિટી, જાણો
બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે
BSNL Recharge Plans: ભારત સંચાર નિગમ લિમીટેડ (BSNL)ની પાસે પોતાના ગ્રાહકો માટે કેટલાય રિચાર્જ પ્લાન અવેલેબલ છે. બીએસએનએલ 100 રૂપિયાથી ઓછામાં રિચાર્જ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 200 રૂપિયાથી ઓછામાં રિચાર્જ પણ અવેલેબલ છે. બીએસએનએના કસ્ટમર્સને 108 રૂપિયા, 118 રૂપિયા, 147 રૂપિયા, 184 રૂપિયા, અને 197 રૂપિયાના પ્લાન મળે છે. આ પ્લાનમાં કૉલ, ડેટા જેવી સુવિધાઓ મળે છે. જાણો શું છે ડિટેલ્સ....
108 રૂપિયા વાળો પ્લાન -
બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે, આ પ્લાનમાં 1 જીબી ડેટા મળે છે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
118 રૂપિયા વાળો પ્લાન -
આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે, આ રિચાર્જ પ્લાનમાં લૉકલ અને એસટીડી નેટવર્ક પર અનલિમીટેડ વૉઇસ કૉલ ઓફર કરવામાં આવે છે. સાથે જ 0.5 જીબી ડેટા મળે છે.
147 રૂપિયા વાળો પ્લાન -
બીએસએનએલના આ પ્લાનમાં અનલિમીટેડ લૉકલ અને એસટીડી રૉમિંગ કૉલ મળે છે, સાથે જ 10 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ છે.
184 રૂપિયા વાળો પ્લાન -
આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલ અને Lystn પૉડકાસ્ટ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
187 રૂપિયા વાળો પ્લાન -
187 રૂપિયા વાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા અને 100 એસએમએસ દરરોજ મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલ મળે છે.
197 રૂપિયા વાળો પ્લાન -
આ પેકમાં કેટલાય બેનિફિટ મળે છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 150 દિવસની છે. આ પેકમાં શરૂઆતના 18 દિવસો સુધી અનલિમીટેડ વૉઇસ કૉલની ઓફર છે. પછી આઉટગૉઇંગ કૉલ માટે ટૉપ અપ રિચાર્જ કરાવવું પડશે. આ પ્લાનમાં ઇનકમિંગ કૉલની સુવિધા ફ્રી મળે છે. વળી, 18 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. બાકી દિવસો માટે સ્પીડ 40Kbps રહી જાય છે.
Xiaomi અને IQOO ના બે ધાંસૂ ફોનની લૉન્ચિંગ ઇવેન્ટ થઇ કેન્સલ, જાણો શું છે કારણ
Xiaomi And IQOO Launch Cancelled: જાણીતી સ્માર્ટફોન દિગ્ગજ કંપનીઓ Xiaomi અને iQOO એ પોતાના યૂઝર્સને પૉસ્ટ દ્વારા એ જાણકારી આપી છે કે, તે પોતાના અપકમિંગ લૉન્ચ ઇવેન્ટ પૉસ્ટપૉન કરી રહી છે. Xiaomi 1 ડિસેમ્બરે પોતાની નવી સ્માર્ટફોન સીરીઝ Xiaomi 13 લૉન્ચ કરવાની હતી, જ્યારે IQ કંપનીની iQOO 11 સીરીઝ અને iQOO Neo 7 ફોન 2 ડિસેમ્બરને લૉન્ચ કરવાનો પ્લાન હતો. બન્ને કંપનીઓએ ચીની માઇક્રો બ્લૉગિંગ સાઇટ વીબો પર એક પૉસ્ટના માધ્યમથી લૉન્ચ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની વાત કહી છે. લૉન્ચિંગ નવો સમય અને તારીખ જલદી બતાવવામાં આવશે.
કેમ થઇ લૉન્ચ ઇવેન્ટ પૉસ્ટપૉન -
બન્ને કંપનીઓએ લૉન્ટ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની ખબર આપી છે, જોકે, આની પાછળના કારણે ખુલીને નથી આવી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ Jiang Zemin નિધન થઇ જવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચીની ન્યૂઝ એજન્સીનુ માનીએ તો બુધવારે સ્થાનિક સમયે બપોરે 12:13 વાગે શાંઘાઇમાં Jiang Zeminનુ નિધન થઇ ગયુ, તેમની ઉંમર 96 વર્ષની હતી, જે પછી બન્ને કંપનીઓએ લૉન્ચ ઇવેન્ટને પૉસ્ટપૉન કરવાની ખબર આપી. આશા છે કે, કંપનીઓ જલદી Xiaomi 13, iQOO 11 અને iQOO Neo 7 સ્માર્ટફોન્સની લૉન્ચિંગની નવી તારીખ એનાઉન્સ કરશે.