શોધખોળ કરો

શું તમારી કારમાં છે આ ટુલ્સ ? ન હોય તો આજે જ વસાવી લેજો, અણિના સમયે લાગશે કામ

અહીં અમે કારને રિપેર કરવામાં મદદરૂપ બની શકે તેવા કેટલાંક આવશ્યક ટુલ્સની માહિતી આપીએ છીએ. દરેક કારમાલિકે તેમની કારમાં આ ટુલ્સ હંમેશા રાખવા જોઈએ.

મિકેનિક્સ પાસે કારને રિપેર કરાવવી કે તેની સર્વિસ કરાવવી તે સૌથી સરળ અને વિશ્વસનીય માર્ગ છે. જોકે ઘણીવાર એવો સમય આવે છે કે  તમે કારને મિકેનિક્સ કે વર્કશોપ સુધી લાવી શકતા નથી. અહીં અમે કારને રિપેર કરવામાં મદદરૂપ બની શકે તેવા કેટલાંક આવશ્યક ટુલ્સની માહિતી આપીએ છીએ. દરેક કારમાલિકે તેમની કારમાં આ ટુલ્સ હંમેશા રાખવા જોઈએ. જેક કારની સામાન્ય સમસ્યાના ઉકેલ માટે જેક અને એક્સલ સ્ટેન્ડ હંમેશા ઉપયોગી બને છે. મોટા ભાગની કારમાં એક્સલ સ્ટેન્ડના ઉપયોગ માટે કારની નીચે કંપનીએ નિર્ધારિત કરેલો એક સ્લોટ હોય છે. આ સ્ટેન્ડનો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવો તેની માહિતી મેળવવા માટે કારના ઓનરશીપ મેન્યુઅલનો અભ્યાસ કરો. અગ્નિશામક સાધનો કારમાં પેટ્રોલ, ડિઝલ અને બેટરી જેવા જ્વલનશીલ પ્રવાહી અને સાધનો હોય છે, જે ઝડપથી આગ પકડી શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આગ ઓલવવામાં મદદરૂપ બની શકે તેવા સાધનો હંમેશા કારમાં રાખવા જોઇએ. આવા ફાયર સાધનોથી મોટી જાનહાની રોકી શકાય છે. અગ્નિશમન માટે આ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ જાણકારી રાખવી જોઇએ. સ્ક્રુડ્રાઇવર સેટ- રેન્ચ સ્પેનર કારમાં વપરાતા સામાન્ય ટુલ્સમાં આ સાધનોનો સમાવેશ થાય છે. આમાંથી મોટા ભાગના સાધનોનો ઘરમાં પણ વ્યાપક ઉપયોગ થતો હોય છે. કારના એન્જિન, પેનલ્સ, ઇન્ટેરિયર સહિતના વિવિધ ભાગોમાં આ ટુલ્સનો ઉપયોગ થાય છે. દરેક કાર માલિકે કારમાં હંમેશા આ ટુલ્સ રાખવા જોઇએ. શું તમારી કારમાં છે આ ટુલ્સ ? ન હોય તો આજે જ વસાવી લેજો, અણિના સમયે લાગશે કામ ઓઇલ પેન-ડ્રીપ ટ્રે તમારા વાહનમાં નિયમિત અંતરે ઓઇલ ચેન્જ કરવું પડે છે, જેનાથી એન્જિનની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કારમાં ઓઇલ બદલવાનું કામ સરળ છે અને તે ઘેર પણ કરી શકાય છે. જોકે આ કામગીરીમાં ઓઇલ ઢોળાય નહીં તેની કાળવી રાખવી જરૂરી છે, કારણે પછી તેને સાફ કરવાનું મુશ્કેલ બની છે. ઓઇલ પેન કે ડ્રિપ ટ્રે રાખવાથી ઓઇલ ઢોળાતું અટકાવી શકાય છે. ટ્રોલી જેક તમારા ઘેર કારને ગ્રાઉન્ડથી ઊંચી કરવાનો સૌથી સામાન્ય રસ્તો ટ્રોલી જેકનો છે. બજારમાં વિવિધ સાઇઝ અને વેઇટના જેક મળે છે. મોટા ભાગના વાહનોનો વાહનની નીચે જેક પોઇન્ટ હોય છે. આ પોઇન્ટથી હંમેશા કારને ઊંચી કરવી જોઇએ. વ્હિલ ચોક્સ ઘણીવાર બિનજરૂરી લાગે છે, પરંતુ સુરક્ષા માટે વ્હિલ ચોક્સ મહત્ત્વનું સાધન છે. કારને જમીનથી ઊંચી કરવામાં આવી હોય ત્યારે કાર આગળ કે પાછળ ગતિ ન કરે તે માટે ચોક્સ જરૂરી છે. તેનાથી બિનજરૂરી જોખમ ટાળી શકાય છે. શું તમારી કારમાં છે આ ટુલ્સ ? ન હોય તો આજે જ વસાવી લેજો, અણિના સમયે લાગશે કામ જમ્પર કેબલ બેટરીની કોઇ જટિલ સમસ્યાના ઉકેલ માટે જમ્પર કેબલ ઉપયોગી છે. જમ્પર કેબલનો ઉપયોગ કરવાનું સરળ છે. બજારમાં વિવિધ સાઇઝ અને ક્ષમતા જમ્પર કેબલ મળે છે. તમારી કારની બેટરીમાં ઉપયોગ કરી શકાય તેવી કેપિસિટીના કેબલની ખરીદી કરો. આ ઉપરાંત કારમાં ટોર્ચ કે વર્કલાઇટ અને ઓઇલ ફિલ્ટર રેન્જ  પણ ઉપયોગી સાધન છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget