ChatGPT : તો શું સાશે AI માણસોની નોખરીઓ ખાઈ જશે? કંપનીના ફાઉંડરે કહ્યું કે...
નવી AIને ChatGPT કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે. GPT-4 પણ ઘણી વસ્તુઓ કરે છે જે ChatGPT કરી શકતું નથી.

AI In Future: ChatGPTએ સૌકોઈને આશ્ચર્યચકિત કર્યા કે OpenAI એ તેનો નવો ચેટબોટ GPT-4 રજૂ કર્યો. આ નવી AIને ChatGPT કરતા પણ વધુ ખતરનાક કહેવામાં આવી રહ્યું છે. GPT-4 પણ ઘણી વસ્તુઓ કરે છે જે ChatGPT કરી શકતું નથી. GPT-4 તે મુજબ ઇમેજ ઇનપુટ અને આઉટપુટ લઇ શકે છે. જ્યારે ChatGPT માત્ર ટેક્સ્ટ પર કામ કરે છે. તેને દૂરથી પણ ઈમેજ સાથે કોઈ લેવાદેવા નથી.
આ ઉપરાંત GPT-4એ પણ ઘણી પરીક્ષાઓ પાસ કરી છે. ચેટબોટે LSAT 88 ટકા અને SAT મેથ 89 ટકા સાથે પાસ કર્યું છે. GPT-4એ એવા ઘણા કામ કર્યા છે કે હવે ઘણા લોકો તેનાથી ડરી ગયા છે. કેટલાક કહે છે કે AI ભવિષ્યમાં ઘણી માનવ નોકરીઓ ખાઈ શકે છે.
OpenAIના સ્થાપકે શું કહ્યું?
ચેટજીપીટીની પેરેન્ટ કંપની ઓપનએઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેને એવી સંભાવનાને સ્વીકારી છે કે ચેટજીપીટી માનવોની નોકરીઓ ખાઈ શકે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે, માનવ સર્જનાત્મકતાની કોઈ સીમા નથી. તેનાથી ઘણી નવી નોકરીઓ અને તકો ઊભી થશે. ઓલ્ટમેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ ચિંતિત છે કે પરિવર્તન ખૂબ જલ્દી આવી શકે છે.
સેમ ChatGPTને ગણાવ્યું એક ટૂલ
સેમ ઓલ્ટમેને પણ એક મહત્વની વાત કહી છે. તેમણે કહ્યું છે કે ChatGPTને એક સાધન તરીકે જોવું જોઈએ અને લોકો અથવા તેમની નોકરીઓ માટેના રિપ્લેસમેન્ટ તરીકે નહીં. તેમણે કહ્યું હતું કે, માનવ સર્જનાત્મકતા અમર્યાદિત છે અને આપણે નવી નોકરીઓનું સર્જન કરી શકીએ છીએ. ઓલ્ટમેને એમ પણ કહ્યું હતું કે, તે તેની રચના, ચેટબોટથી થોડો ડરી ગયો છે અને તેને ચિંતા છે કે ખોટી માહિતી ફેલાવવા માટે તેનો દુરુપયોગ થઈ શકે છે. સેમે કહ્યું હતું કે, હું ચિંતિત છું કે આ મોડલ્સનો ઉપયોગ મોટા પાયે ખોટી માહિતી માટે થઈ શકે છે.
ChatGPT ને ટક્કર આપવા Google એ ઉતાર્યું પોતાનું AI ચેટબોટ 'બાર્ડ', યૂઝર્સ ફીડબેક માટે થયું લોન્ચ
આ દિવસોમાં ટેક્નોલોજીની દુનિયામાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ જ્યાં ChatGPT એ તેના પ્રશ્નોના જવાબ આપવાની ઝડપ અને સચોટતાથી લોકોના હોશ ઉડાવી દીધા છે, તો બીજી તરફ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે ગૂગલ પણ પોતાનો ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ChatGPT ને ટક્કર આપવાની તૈયારી કરતી વખતે Google તેના AI પર ઝડપથી કામ કરી રહ્યું છે. ગૂગલે તેના ચેટબોટને બાર્ડ નામ આપ્યું છે. વપરાશકર્તાઓના પ્રતિભાવો માટે બાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તે તમામ માટે શરૂ કરવામાં આવશે.
આલ્ફાબેટ કંપનીના સીઈઓ અને તેની પેટાકંપની ગૂગલ એલએલસીના સીઈઓ સુંદર પિચાઈએ પુષ્ટિ કરી છે કે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દરેક માટે ટૂંક સમયમાં બાર્ડ લોન્ચ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ તેને ફીડબેક માટે શરૂ કર્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે, કંપની યુઝર્સના ફીડબેક લેવા માટે બાર્ડ નામની વાતચીતની એઆઈ સર્વિસ શરૂ કરી રહી છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
