શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે પ્રતિબંધ મૂક્યો છે એ 59 ચાઈનીઝ એપ્સ મોબાઈલમાં રહેશે કે નહીં ? જાણો મહત્વના સવાલનો જવાબ
સરકાર તરફથી લિગ નોટિસ મોકલીને ગૂગલ અને એપલને તેમના ભારતીય એપ સ્ટોરમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે બે દિવસ પહેલા સૌથી મોટો નિર્ણય લીધો હતો. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. આ એપ્સના ભારતમાં લાખો-કરોડો યૂઝર્સ હતા.
મોદી સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા બાદ તમામના મનમાં એક પ્રશ્ન થઈ રહ્યો છે કે એપ્સ મોબાઈલમાં રહેશે કે નહીં? જેનો જવાબ છે કે એપ બેન કર્યા બાદ સરકાર તરફથી લિગ નોટિસ મોકલીને ગૂગલ અને એપલને તેમના ભારતીય એપ સ્ટોરમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. સરકારના આદેશ બાદ કંપનીઓ થોડો સમય લે છે અને તે બાદ એપને પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવે છે.
એક્સપર્ટના કહેવા પ્રમાણે તમારા મોબાઈલમાં ભલે પ્રતિબંધિત એપ હોય પરંતુ તમે તેને અપડેટ નહીં કરી શકો. ઉપરાંત ભારતમાં તેને કોઈ પ્રકારનો ડેવલપર સપોર્ટ પણ નહીં મળી શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement