શોધખોળ કરો

Google New: ગૂગલ ક્રૉમમાં છે આ ત્રણ ખાસ ફિચર, તમે પણ કરી જુઓ યૂઝ

નવી લિન્ક શેરિંગ ફિચરની સાથે, યૂઝર્સ લિન્ક શેર કરતાં પહેલા રિસીવર માટે પેજના એક સ્પેશ્યલ પાર્ટને હાઇલાઇટ કરી શકે છે. આ તેમને પેજના ટૉપને બદલે, પેજની હાઇલાઇટ કરવામાં આવેલા ભાગ પર મોકલી દેશે.

Google Chrome Features: ગૂગલ ક્રૉમ દુનિયાનુ સૌથી પૉપ્યૂલર બ્રાઉઝરમાંનુ એક છે. હમણાં થોડાક સમય પહેલા જ Googleએ પોતાના યૂઝર્સ માટે ત્રણ નવા ફિચર રિલીઝ કર્યા હતા, આ ફિચર્સમાં લિન્ક મોકલાની એક બેસ્ટ રીત, ટેબ સર્ચ અને નવુ બેકગ્રાઉન્ડ અને કલર સિલેક્ટ કરવાની સુવિધા છે. 

નવી લિન્ક શેરિંગ ફિચરની સાથે, યૂઝર્સ લિન્ક શેર કરતાં પહેલા રિસીવર માટે પેજના એક સ્પેશ્યલ પાર્ટને હાઇલાઇટ કરી શકે છે. આ તેમને પેજના ટૉપને બદલે, પેજની હાઇલાઇટ કરવામાં આવેલા ભાગ પર મોકલી દેશે. અહીં બતાવવામાં આવ્યુ છે કે આને કઇ રીતે કરવુ...... 

આ રીતે કરો લિન્ક-
સૌથી પહેલા તે ટેક્સ્ટને હાઇલાઇટ કરો જેને તમે શેર કરવા માંગો છો. 
હવે રાઇટ ક્લિક કરીને સિલેક્ટ કૉપી લિન્ક ટૂ હાઇલાઇટ પર ક્લિક કરો.
હવે તમે આ લિન્કને જ્યાં શેર કરવા ઇચ્છો છો, જેમ કે ઇમેઇલ, મેસેજ, વૉટ્સએપ વગેરે પર પૉસ્ટ કરી દો.

Google ક્રૉમ બ્રાઉઝરમાં રિલીઝ કરવામાં આવ્યુ બીજુ ફિચર ટેબ સર્ચ છે. કેટલીય ટેબ ખુલ્લી હોવાના કારણે, ક્યારેક ક્યારેક વિશેષ ટેબને શોધવી મુસ્કેલ બની જાયે છે. હવે ક્રૉમ યૂઝર્સ આ ફિચરનો ઉપયોગ કરીને એક ટેબ સર્ચ કરી શકે છે. આમ કરવા માટે તમારે વિન્ડોની ટૉપ પર ટેબ સર્ચ આઇકૉન પર ક્લિક કરો અને હવે તે ટેબ માટે કીવર્ડ નાંખીને તમે તેને સર્ચ કરી શકો છો. 

યૂઝર્સ ક્રૉમ માટે બેકગ્રાઉન્ડ અને કલર પણ સિલેક્ટ કરી શકો છો. જો કોઇ મલ્ટિપલ ક્રૉમ પ્રૉફાઇલનો ઉપયોગ કરે છે, તો તે પ્રત્યેક માટે એક અલગ બેકગ્રાઉન્ડ પણ રાખી શકે છે. ક્રૉમના બેકગ્રાઉન્ડ અને કલર બદલવા માટે એક નવી ટેબ ઓપન કરો, અને નીચે રાઇટ સાઇડની અને કસ્ટમાઇઝ ક્રૉમ પર ક્લિક કરો.

Google Chrome વર્ષ 2022માં સૌથી અસુરક્ષિત બ્રાઉઝર, રિપોર્ટ્સ - 
Chrome most unsafe browser in 2022: ગૂગલ ક્રૉમ (Google Chrome) દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામા આવનારુ બ્રાઉઝર છે, નવા રિપોર્ટ્સ અનુસાર, આ 2022નુ સૌથી અસુરક્ષિત બ્રાઉઝર પણ છે, અટલસ વીપીએનના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી ગૂગલ ક્રૉમ બ્રાઉઝરમાં કુલ 3,159 સુરક્ષા ખામીઓ (vulnerabilities) નીકળી છે, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ આંકડા VulDB vulnerability ડેટા બેઝના ડેટા પર આધારિત છે, જે 1 જાન્યુઆરી, 2022 થી 5 ઓક્ટોબર, 2022 સુધીનો છે. 

ઓક્ટોબરના પહેલા પાંચ દિવસમાં આમાં કેટલીય ખામીઓ નીકળી છે, તાજેતરમાં જ આ બ્રાઉઝરમાં CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, અને CVE-2022-3307 સુરક્ષા ખામીઓ નીકળી હતી. CVE પ્રૉગ્રામ કેટલાય પ્લેટફોર્મ પર સુરક્ષા ખામીઓ અને નબળાઇઓને ટ્રેક કરે છે. ડેટાબેઝ હજુ સુધી આ ખામીઓની જાણકારીઓને લિસ્ટ નથી કરતુ, પરંતુ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, આ સુરક્ષા ખામીઓના કારણથી કૉમ્પ્યૂટરની મેમરી કરપ્ટ થઇ શકે છે. 

ક્રૉમ બાદ મોજિલા ફાયરફૉક્સ, માઇક્રોસૉફ્ટ એજ, એપલ સફારી અને ઓપેરાનો નંબર - 
જોકે યૂઝર્સ Google Chrome વર્ઝન 106.0.5249.61 માં અપડેટ કરીને આને ઠીક કરી શકે છે, જ્યારે સુરક્ષા ખામીઓની વાત આવે છે તો Google ક્રૉમ બાદ મોજિલાનુ ફાયરફૉક્સ, માઇક્રોસૉફ્ટ એજ, એપલ સફારી અને ઓપેરાનો નંબર આવે છે, મોજિલાનુ ફાયરફૉક્સ બ્રાઉઝર નબળાઇઓ માટે બીજા નંબર પર છે. વળી, 05 ઓક્ટોબર સુધી માઇક્રોસૉફ્ટ એજમાં 103 સુરક્ષા ખામીઓ હતી, જે 2021ના આખા વર્ષની સરખામણીમાં 61 ટકા વધારે છે, કુલ મળીને રિલીઝ થયા બાદ આમાં 806 સુરક્ષા ખામીઓ નીકળી છે. 

આ પછી સફારી છે, જેમાં કેટલાક નીચલા સ્તરની સુરક્ષા ખામીઓ નીકળી છે, આ બધાની વચ્ચે, ઓપેરા બ્રાઉઝરમાં 2022 માં અત્યારે કેટલીય સુરક્ષા ખામી નીકળી છે, મે 2022 સુધી સફારીને એક અબજથી વધુ યૂઝર્સે ઉપયોગ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
Embed widget