આ છે રિયલ ટાઇમ કૉવિડ-19 વેક્સિન અપૉઇન્ટમેન્ટ ટ્રેકર વેબસાઇટ્સ, બની શકે છે તમારા માટે મદદરૂપ
આ સાઇટ એલર્ટ મોકલી રહી છે, ઇમેલ કે ટેલિગ્રામ જેવી ચેટ સેવાઓ દ્વારા આગળની અપૉઇન્ટમેન્ટની જાણકારી આપે છે.
![આ છે રિયલ ટાઇમ કૉવિડ-19 વેક્સિન અપૉઇન્ટમેન્ટ ટ્રેકર વેબસાઇટ્સ, બની શકે છે તમારા માટે મદદરૂપ Covid-19: these are Real Time Covid -19 Vaccine appointment tracker web sites આ છે રિયલ ટાઇમ કૉવિડ-19 વેક્સિન અપૉઇન્ટમેન્ટ ટ્રેકર વેબસાઇટ્સ, બની શકે છે તમારા માટે મદદરૂપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/05/cdab0affac39501ffbd960506d7dc338_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં હવે 18 થી 44 વર્ષના લોકોનુ પણ વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યુ છે. પરંતુ એક અપૉઇન્ટમેન્ટ લેવી મુશ્કેલ છે કેમકે સ્લૉટ ઝડપથી ભરાઇ જાય છે. કૉ-વિન પોર્ટલના માધ્યમથી અપૉઇન્ટમેન્ટ લઇ શકાય છે. પરંતુ મોટા પ્રમાણમાં લોકો દ્વારા આ સાઇટનો ઉપયોગ કરવાથી તે ધીમી પડી રહી છે.
કેટલીક સાઇટ્સ છે જે નજીકમાં જ અપૉઇન્ટમેન્ટની જાણકારી આપે છે. આ સાઇટ એલર્ટ મોકલી રહી છે, ઇમેલ કે ટેલિગ્રામ જેવી ચેટ સેવાઓ દ્વારા આગળની અપૉઇન્ટમેન્ટની જાણકારી આપે છે. જોકે જ્યારે આ સાઇટ પાસેના એક સ્લૉટને ઓપન થવા માટે એલર્ટ આપે છે, ત્યારે પણ તમારે અપૉઇન્ટમેન્ટ બુક કરવા માટે કૉ-વિન પોર્ટલ પર જવુ પડશે. આ સાઇટ તમને અપૉઇન્ટમેન્ટ બુક નથી કરવા દેતી, માત્ર સ્લૉટ શોધી છે.
Under45.in
પ્રોગ્રામર બર્ટી થૉમસે 18-45 વર્ષના લોકોને નજીકના વેક્સિનેટ સ્લૉટને શોધવામાં મદદ કરવા માટે under45.in નામની એક વેબસાઇટ બનાવી છે. આ વેબસાઇટ માત્ર 18 થી 44 વર્ષના લોકો માટે અપૉઇન્ટ શૉ કરે છે. યૂઝર આના પેજ પર જઇને પોતાના રાજ્ય અને જિલ્લાનુ નામ એન્ટર કરીને પોતાના નજીકના સ્લૉટની જાણકારી લઇ શકે છે. થૉમસે ટેલિગ્રામ પર જિલ્લાના આધારે એલર્ટ મોકલવાનુ શરૂ કરી દીધુ છે, જેનાથી લોકોને એરિયમાં વેક્સિનેશનની જાણકારી મળે છે. ટેલિગ્રામ પર આ એલર્ટને ઇનેબલ કરવાની લિંક થૉમસના ટ્વીટર થ્રેડ પરથી મેળવી શકો છો. તે દેશભરના જિલ્લાઓમાં અપડેટ કરી રહ્યુ છે.
Getjab.in
ISBના પૂર્વ છાત્ર શ્યામ સુંદર અને તેના મિત્રોએ getjab.in નામની એક વેબસાઇટ ડેવલપ કરી છે. જેનાથી યૂઝર્સને આસપાસના ઓપન વેક્સિનેશ સ્લૉટ્સના ઇમેલ એલર્ટ મેળવવામાં મદદ મળી શકે છે. વેબસાઇટ તે લોકોને ઇમેલ મોકલે છે, જે પોતાના જિલ્લામાં નૉટિફિકેશન માટે સાઇન અપ કરે છે.
આ સાઇટ બહુ જ સરળ છે, બસ પોતાનુ નામ, જિલ્લો અને ઇમેલ આઇડી નાંખો, અને જ્યારે પણ નજીકમાં કોઇ સ્લૉટ ઉપલબ્ધ હશે. તમને મેઇલ મળી જશે. જોકે આને કેટલાક ગ્લિચનો સામનો કરવો પડી રહ્યો છે. બગના કારણે ઇમેલ હાલ અટકાવી દેવામાં આવ્યા છે, પરંતુ બહુ જલ્દી ફરીથી ચાલુ કરવામાં આવશે.
FindSlot.in
એક બીજી સાઇટ જે તમને કૉવિડ અપૉઇન્ટમેન્ટ બુકિંગના માધ્યમથી જલ્દી નેવિગેટ કરવામાં મદદ કરી શકે છે. તે FindSlot.in છે. લોકો પોતાના શહેર કે પિનકૉડ દ્વારા કે પછી બીજા જિલ્લામાં વેક્સિનેશન બુકિંગ માટે કૉ-વિન પોર્ટલનો ઉપયોગ કરે છે. FindSlot.in પણ બીજી સાઇટોની જેમ માત્ર તમને સ્લૉટ શોધવામાં મદદ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)