શોધખોળ કરો

Data Plan: જિઓનો સસ્તો પણ ખુબ કામનો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળે છે આટલો ડેટા, જાણો રિચાર્જ વિશે....

ટેલિકોમ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ડેટા બૂસ્ટર પેકમાંથી એકમાં હવે ડેટા લિમિટ વધારી દેવામાં આવી છે.

Jio Rs 61 data Booster Recharge Plan: દેશની મોટી ટેલિકૉમ કંપની જિઓ ટેલિકૉમ પોતાના યૂઝર્સ માટે એક ખુશખબરી લઇને આવ્યુ છે. જિઓ હવે 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાન લઇને આવ્યું છે. કંપની આ રિચાર્જ પ્લાન સાથે 6GB ડેટાને બદલે 10GB ડેટા ઓફર કરી રહી છે. કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 23 મેથી શરૂ થયેલી ક્વૉલિફાયર સાથે અંતિમ સપ્તાહમાં પ્રવેશવાની તૈયારીમાં છે. Jioના 61 રૂપિયાનો ડેટા બૂસ્ટર પ્લાનની ડિટેલ્સ.... 

ટેલિકોમ કંપની દ્વારા ઓફર કરવામાં આવેલા ડેટા બૂસ્ટર પેકમાંથી એકમાં હવે ડેટા લિમિટ વધારી દેવામાં આવી છે. 61 રૂપિયાના ડેટા બૂસ્ટર પ્લાનની સબ્સ્ક્રાઇબ કરનારા યૂઝર્સ હવે વધારાના 4GB ડેટાનો આનંદ માણી શકશે. નોંધનીય છે કે, પહેલા આ પેકમાં કુલ 6GB ડેટા મળતો હતો, એટલે કે હવે યૂઝર્સને 10GB ડેટા મળશે. Jio ડેટા બૂસ્ટર પેક પ્રાઇમરી પેક પર અને તેના ઉપર વધારાનો ડેટા ઓફર કરે છે, ખાસ કરીને જ્યારે વધુ ડેટાની જરૂર હોય છે તે સમયે..... 

ખરીદી માટે પાંચ અલગ અલગ ડેટા બૂસ્ટર પેક અવેલેબલ છે. વેબસાઇટ અનુસાર 15 રૂપિયાનું પેક 1 જીબી ડેટા ઓફર કરે છે, 25 રૂપિયાનું પેક 2 જીબી ડેટા ઓફર કરે છે, 61 રૂપિયાનું પેક 10 જીબી ડેટા ઓફર કરે છે, 121 રૂપિયાનું પેક 12 જીબી ડેટા ઓફર કરે છે અને 222 રૂપિયાનું પેક 50 જીબી ડેટા ઓફર કરે છે. તાજેતરમાં Jio એ JioEngage વિસ્તાર દ્વારા તેના MyJio એપ્લિકેશન યૂઝર્સને 1GB સુધીનો મફત મોબાઇલ ડેટા આપવાનું શરૂ કર્યું છે. MyJio એ એક પ્લેટફોર્મ છે જે Jio યૂઝર્સની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. તેનો ઉપયોગ એન્ડ્રોઈડ અને આઈફોન બંને પર થઈ શકે છે. તે સર્વિસની એક લાંબી સીરીઝ ઓફર કરે છે, જેમ કે રિચાર્જિંગ, સંગીત, રમતગમત, મોબાઇલ બેંકિંગ, સમાચાર ફીડ, હેલ્થ કેર સર્વિસ અને બીજી કેટલીય છે. 

જિયોસિનેમાએ રચ્યો ઈતિહાસ, IPLના પ્રસારણમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - 

ટાટા આઈપીએલ 2023માં જિયોસિનેમાના ડિજિટલ પાવરપ્લેએ આ રમતને નિહાળવાની આખી પ્રણાલિમાં એક નવા યુગની શરુઆત કરતા વિશ્વવિક્રમને તોડી નાંખ્યો. ટાટા આઈપીએલ 2023 વિશ્વસ્તરે સૌથી વધુ સંખ્યામાં જોવાનારી ડિજિટલ ઈવેન્ટ બની ચૂકી છે. આ જ કારણ છે કે જિયોસિનેમાએ એક પછી એક લગલગાટ ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. તેનું સૌથી મોટું અને લેટેસ્ટ દૃષ્ટાંત એ છે કે અત્યારસુધીની સૌથી રોમાંચક ટાટા આઈપીએલ ફાઈનલને જોવા માટે 12 કરોડથી વધુ યુનિક દર્શકોએ ટ્યૂનિંગ-ઈન કર્યું. જિયોસિનેમાના રેકોર્ડતોડ કન્ઝ્યૂમર એંગેજમેન્ટની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ટાટા આઈપીએલના આ સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરે 2023 સિઝનને 12 ભાષાઓમાં ફેન્સની સામે પ્રસ્તુત કરી હતી, જેમાં 4K સહિત 17 ફીડ્સ હતા. આ પ્રસારણ દર્શકોને એઆર-વીઆર અને 360 ડિગ્રી વ્યૂઈંગની સાથે મેચને દરેક ખૂણેથી જોવાની સ્વતંત્રતા આપતું હતું. આ કારણે આઈપીએલ જોવાની ફેન્સની અનુભૂતિ પહેલા કરતા વધુ રોમાંચક અને એક્શનથી ભરપૂર બની ગઈ હતી. આ કારણે દર મેચ દીઠ દર્શકો દ્વારા આ પ્લેટફોર્મ પર સરેરાશ 60 મિનિટ પસાર કરવામાં આવી હતી.

જિયોસિનેમા 2.5 કરોડથી વધુ ડાઉનલોડ રજિસ્ટર કરી ચૂક્યું છે. આ એક જ દિવસમાં સૌથી વધુ ઈન્સ્ટોલ કરવામાં આવેલી કોઈ પણ એપની વિક્રમજનક સંખ્યા છે. પહેલા ચાર સપ્તાહ દરમિયાન તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને ત્યારબાદ, જિયોસિનેમાએ ફેન્સને રાજી-રાજી કરી દેતા 360-ડિગ્રી વ્યૂઈંગ ફીચર જારી કર્યું, જે ડિજિટલ પર ઈમર્સિવ ફેન એંગેજમેન્ટની તાકાતને દર્શાવે છે. જિયોસિનેમાએ – જીતો ધન ધના ધન-ની શરુઆત કરીને તેમજ 30થી વધુ શહેરોમાં ફેન્સને ટાટા આઈપીએલ ફેન પાર્કમાં આમંત્રિત કરવાની પોતાની ડિજિટલ-ફર્સ્ટ ઓફરિંગનો વિસ્તાર કર્યો. વાયકોમ 18 સ્પોર્ટ્સના સીઈઓ અનિલ જયરાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, જિયોસિનેમાએ ટાટા આઈપીએલ દરમિયાન પોતાના સ્પોન્સર્સ તથા એડવર્ટાઈઝર્સને ઘણી ઓફર પ્રસ્તુત કરી હતી. આમાં ટાર્ગેટિંગ, ફ્લેક્સિબિલિટી ઓફ કાસ્ટ, મેઝરમેન્ટ, ઈન્ટરેક્ટિવિટી, રીચ એન્ડ ઈન્ટિગ્રેશન સામેલ છે. ડિજિટલ પર ઉલ્લેખનીય એંગેજમેન્ટ અને પાર્ટિસિપેશન આ ઉદ્યોગમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક છે જ્યાં દર્શકો તથા એડવર્ટાઈઝર્સ બંનેએ પોતાની પસંદ અને પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. આનાથી દર્શકોની સંખ્યાની સાથે-સાથે એડ એક્સને પણ આગળ વધવા માટે મહત્ત્વપૂર્ણ રાહ મળી ચૂકી છે.

ટાટા આઈપીએલ 2023ને લઈને દર્શકોનો ઉત્સાહ ફાઈનલ દરમિયાન તો ચરમસીમાએ પહોંચી ગયો હતો. કારણ કે જિયોસિનેમાએ આ મેચની સાથે 3.21 કરોડની પીક કન્કરન્સીના સ્વરૂપમાં નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. ટાટા આઈપીએલના સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનરે 16મી આવૃત્તિ દરમિયાન 1700 કરોડથી વધુ વિડિયો વ્યૂ રજિસ્ટર કર્યા છે. જિયોસિનેમાના બેજોડ કન્ઝ્યુમર એંગેજમેન્ટને 26 સ્પોન્સર્સ તથા 800થી વધુ એડવર્ટીઝર્સનો સાથ મળ્યો. આ પ્લેટફોર્મે ટાટા આઈપીએલ પર એડવર્ટાઈઝર્સની સૌથી વધુ સંખ્યા પણ રજિસ્ટર કરાવી હતી. જિયોસિનેમાએ બ્રોડકાસ્ટ ટીવીની તુલનામાં 13 ગણા વધુ એડવર્ટાઈઝર્સ પ્રાપ્ત કર્યા છે. એડવર્ટાઈઝર્સના વિશ્વાસ અને ભરોસાએ એ સુનિશ્ચિત કર્યું છે કે, બ્રોડકાસ્ટ ટીવીની તુલનામાં ડિજિટલ રેવન્યુ પણ ઘણી વધુ રહી હતી. ટાટા આઈપીએલ 2023ની પોતાની ડિજિટલ સ્ટ્રીમિંગ માટે ટોચની 26 બ્રાન્ડે જિયોસિનેમા સાથે પાર્ટનરશીપ કરી, જેમાં (કો-પ્રેઝન્ટિંગ સ્પોન્સર ડ્રીમ11, (કો-પાવર્ડ) જિયોમાર્ટ, ફોનપે, ટિયાગો ઈવી, જિયો (એસોસિયેટ સ્પોન્સર) એપી ફીઝ, ઈટીમની, કેસ્ટ્રોલ, ટીવીએસ, ઓરિયો, બિંગો, સ્ટિંગ, આજિયો, હાયર, રુપે, લુઈ ફિલિપ જીન્સ, એમેઝોન, રેપિડો, અલ્ટ્રાટેક સિમેન્ટ, પ્યૂમા, કમલા પસંદ, કિંગફિશર પાવર સોડા, જિન્દાલ પેન્થર ટીએમટી રેબાર, સાઉદી ટૂરિઝમ, સ્પોટિફાય તથા એએમએફઆઈ સામેલ છે.

કનેક્ટેડ ટીવી શહેરી પ્રિમિયમ પરિવારો માટે પસંદગીનું માધ્યમ બની ગયું છે. ટાટા આઈપીએલ દરમિયાન તેનો વ્યાપ સિઝનના પહેલા પાંચ સપ્તાહની અંદર જ એચડી ટીવીની તુલનામાં બેગણો થઈ ગયો. જિયોસિનેમાના સીટીવી (CTV) પર વિશેષ રીતે 40થી વધુ એડવર્ટાઈઝર્સ હતા, જેમાં ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીઝ, ઈ-કોમર્સ, ઓટો, બી2સી, બી2બી બ્રાન્ડ્સ સામેલ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget