શોધખોળ કરો

Digital Fraud: સરકારે બ્લોક કર્યા 1.4 લાખ મોબાઇલ નંબર, તમારો નંબર તો નથી ને?

Digital Fraud: કેન્દ્ર સરકારે ડિજિટલ ફ્રોડને અંકુશમાં લેવા માટે અત્યાર સુધીમાં કુલ 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે

Digital Fraud: આજકાલ ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે ડિજિટલ ફ્રોડને અંકુશમાં લેવા માટે અત્યાર સુધીમાં કુલ 1.4 લાખ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે. લગભગ 3.08 લાખ સિમ બ્લોક કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે નાણાકીય છેતરપિંડી રોકવા માટે આ મોટું પગલું ભર્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે આ નંબર અને સિમ બંધ કરી દીધા છે.

ઑનલાઇન છેતરપિંડી પર ચર્ચા

ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરમાં સાયબર સિક્યોરિટી અંગેની તાજેતરની બેઠકમાં ઑનલાઇન છેતરપિંડીનો સામનો કરવા માટે API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) એકીકરણ દ્વારા નાણાકીય સાયબર ફ્રોડ ઇન્ફર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS) પ્લેટફોર્મ પર બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચર્ચા કરી છે.

આ બેઠકમાં ખુલાસો થયો કે અત્યાર સુધીમાં ખોટા ઈરાદાથી મેસેજ મોકલનારા 19,776 લોકોને બ્લેક લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 10 ટકા છેતરપિંડી બેન્ક ખાતાઓ સાથે સંબંધિત છે. જ્યારે 10 ટકા એટીએમ કાર્ડ અને 16 ટકા અન્ય પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે.

નકલી લિંક્સ પણ થયા બ્લોક

એટલું જ નહીં, સરકારે કૌભાંડમાં સામેલ 3 લાખથી વધુ સિમ બ્લોક કરી દીધા છે. 500થી વધુ લોકોની છેતરપિંડી માટે ધરપકડ પણ કરવામાં આવી છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 50 હજાર IMEI નંબર, 2194 URL અને 592 ફેક લિંક્સ પણ બ્લોક કરવામાં આવી છે.

સાયબર છેતરપિંડી કરનારાઓ થોડા જ કલાકોમાં લોકો પાસેથી લાખો રૂપિયા લૂંટી લે છે. તેનાથી બચવા માટે સરકાર અનેક અભિયાન ચલાવી રહી છે. હવે છેતરપિંડી રોકવા માટે જે મોબાઈલ નંબરો છેતરપિંડીમાં સંડોવાયેલા હતા તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કેCFCFRMS પ્લેટફોર્મને નેશનલ સાયબર ક્રાઈમ ઈન્ફોર્મેશન પોર્ટલ (NCRP) સાથે જોડવામાં આવશે, આમ કરવાથી બેન્ક નાણાકીય સંસ્થાઓ અને પોલીસ વચ્ચે વધુ સારી રીતે વાતચીત કરી શકશે. ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડથી બચવા માટે કોઈપણ અજાણ્યા નંબર પરથી SMS અથવા ઈમેલ દ્વારા મળેલી લિંક પર ક્લિક કરશો નહીં. તમારી બેન્કની વિગતો કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.                                   

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
WhatsApp New Rules: 1 ઓક્ટોબરથી WhatsApp પર મેસેજ મોકલવા પર લાગશે ચાર્જ?
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: ₹30000 કે ₹68000...8માં પગાર પંચમાં કેટલું થશે તમારુ પેન્શન? જુઓ કેલ્ક્યુલેશન
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
Embed widget