E-Challan : તમારી ગાડીનું ચલણ કપાયું છે કે કેમ ઘરે બેઠા જ પડી જશે ખબર, આ રીતે કરો ચેક
વાહનનું ચલણ ચેક કરવા માટે તમારે વધારે માહિતીની જરૂર નથી. મોબાઈલ ફોન દ્વારા જ તમે માત્ર ગણતરીની સેકંડમાં આ બાબતે માહિતી મેળવી શકો છો.
Vehicle Challan Status : જો તમે મેટ્રો સિટીઝમાં રહો છો અને કાર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરો છો તો રસ્તા પર લાગેલા કેમેરાની ચિંતા રહેવી સ્વાભાવિક છે. કારણ કે જો વાહનની સ્પીડ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય અથવા તમે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેર્યા ન હોય તો તમારું ઈ-ચલણ તરત જ કપાઈ જશે અને તમને ખબર પણ નહીં પડે. ઘણી વખત લોકોના ચલણ ઘણા સમય પહેલા કાપવામાં આવે છે અને તેમને મહિનાઓ સુધી તેની જાણ જ થતી નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે કેવી રીતે જાણી શકશો કે તમારા વાહનનું ચલણ કરવામાં આવ્યું છે કે નહીં. અને એક પણ ઘરે બેઠા બેઠા જ.
વાહનનું ચલણ ચેક કરવા માટે તમારે વધારે માહિતીની જરૂર નથી. મોબાઈલ ફોન દ્વારા જ તમે માત્ર ગણતરીની સેકંડમાં આ બાબતે માહિતી મેળવી શકો છો.
આ માટે તમારે સૌથી પહેલા https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જવું પડશે.
હવે અહીં તમને ત્રણ વિકલ્પો દેખાશે જેમાંથી તમે વાહનના ચલનની વિગતો જોઈ શકશો. પ્રથમ ચલન નંબર જે તમારી પાસે બહુ ગણતરીના કેસમાં જ હશે. બીજો વાહન નંબર અને ત્રીજો DL નંબર. સૌથી સરળ રીત છે વાહન નંબરની.
અહીં તમારે તમારા વાહનનો નંબર અને ત્યાર બાદ ચેસીસ નંબર નાખવો પડશે. ત્યાર બાદ તમને ખબર પડશે કે વાહનનું ચલણ જારી કરવામાં આવ્યું છે કે નહીં.
અહીં તમે તમારા જૂના ચલણનું સ્ટેટસ પણ જોઈ શકશો. જો કોઈ પણ ચલણ ચૂકવાયેલ નથી તો તમે તેની માહિતી પણ અહીં જોઈ શકશો.
આ પદ્ધતિ ઈ-ચલણ માટે ઘણી મદદરૂપ
જ્યારે તમારા વાહનનું ઈ-ચલણ કરવામાં આવ્યું હોય ત્યારે ઉપર દર્શાવેલ પદ્ધતિ વધુ મદદરૂપ બને છે. હકીકતે જ્યારે તમારા વાહનનો ફોટો લેવામાં આવ્યો હોય અથવા તમે ઓવર સ્પીડ કરતા હોવાનું જણાય ત્યારે ઈ-ચલણ જારી કરવામાં આવે છે. જો તમે ટ્રાફિક પોલીસના હાથે પકડાઈ જાવ છો તો તમને ખબર પડશે કે ચલણ જારી કરવામાં આવ્યું છે. પરંતુ ઈ-ચલાનમાં તે સરળતાથી જાણી શકાતું નથી અને પછી ભૂલ કરવા બદલ તમને દંડ થાય છે. તેથી આ રીતે ઘરે બેઠા બેઠા જ તમે સમય સમયે તેને જોઈ શકો છો કે તમારા વાહન પર કોઈ ચલણ છે કે નહીં.