ઘરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં આવે છે સમસ્યા? આ ટિપ્સ ફોલો કરવાથી વધી જશે સ્પીડ
આજકાલ મોટી સંખ્યામાં લોકો Wi-Fi નો ઉપયોગ કરી રહ્યા છે. વાઇ-ફાઇ હાઇ સ્પીડ પર ઇન્ટરનેટ પૂરું પાડે છે

ઘર પર કામથી લઈને મનોરંજન સુધી આજકાલ મોટી સંખ્યામાં લોકો Wi-Fi નો ઉપયોગ કરી રહ્યા છે. વાઇ-ફાઇ હાઇ સ્પીડ પર ઇન્ટરનેટ પૂરું પાડે છે અને મોબાઇલની જેમ તેમાં કનેક્ટિવિટી સમસ્યાઓ ઓછી હોય છે. જોકે, ક્યારેક ઘરના સ્થાન અથવા અન્ય કારણોસર ઇન્ટરનેટ સ્પીડ અથવા કનેક્ટિવિટીમાં થોડો ઘટાડો થાય છે. જો તમને આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે કેટલીક સરળ ટિપ્સનો ઉપયોગ કરીને તમારી ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો.
રાઉટરને સેન્ટ્રલ લોકેશન પર રાખો
જો તમે મોટા કે બે માળના ઘરમાં રહો છો તો ક્યારેક રાઉટરની પ્લેસમેન્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં સમસ્યા ઊભી કરી શકે છે. પહેલા માળે મુકવામાં આવેલ રાઉટર બીજા માળે નબળી કનેક્ટિવિટીનું કારણ બની શકે છે. તેથી, રાઉટરને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાંથી આખા ઘરમાં કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ શકે. જો તમારું ઘર મોટું હોય તો રીપીટર નામનું ડિવાઇસ પણ યુઝ કરી શકાય છે.
તમારી જરૂરિયાત મુજબ બેન્ડ સેટ કરો
મોટાભાગના WiFi રાઉટર્સ 5 GHz અને 2.4 GHz બેન્ડ પર કાર્ય કરે છે. 5 GHz બેન્ડની રેન્જ ટૂંકી છે, પરંતુ તે ઝડપી ગતિ અને સ્થિર કનેક્ટિવિટી પ્રદાન કરે છે. બીજી બાજુ, 2.4 GHz બેન્ડમાં લાંબી રેન્જ છે પરંતુ ઝડપ ઓછી છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરના દરેક ખૂણામાં કનેક્ટિવિટી ઇચ્છતા હોવ તો 2.4 GHz બેન્ડ પસંદ કરી શકાય છે.
રાઉટરને મેટલ ઓર્બ્જેક્ટ પાસે ન રાખો
ધાતુની વસ્તુઓ, ફ્લોર અને દિવાલો વાયરલેસ સિગ્નલને નબળા પાડે છે. તેથી રાઉટરને હંમેશા તેમનાથી દૂર રાખો. જો તમે ઘરમાં કોઈ ચોક્કસ જગ્યાએથી કામ કરો છો તો તે જગ્યાની નજીક રાઉટર ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત સારી કનેક્ટિવિટી માટે વાયર્ડ કનેક્શનનો પણ ઉપયોગ કરી શકાય છે.
વધુ સ્પીડ હોય તેવો પ્લાન મેળવો
જો બધા ઉપાયો કર્યા પછી પણ સ્પીડની સમસ્યા યથાવત્ રહે છે, તો ઇન્ટરનેટ પ્લાન અપગ્રેડ કરી શકાય છે. તમારા સેવા પ્રદાતાનો સંપર્ક કરો અને તમારી જરૂરિયાતો અનુસાર વધુ સારી સ્પીડ સાથેનો પ્લાન પસંદ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
