Google Chrome યુઝર્સ સાવધાન, મોટા નુકસાનનો ખતરો, સરકારે જાહેર કરી હાઇ રિસ્ક વોર્નિગ
સરકારી એજન્સી CERT-In એ Google Chrome યુઝર્સઓ માટે હાઇ રિસ્ક વોર્નિગ જાહેર કરી છે. એજન્સીએ કહ્યું છે કે, કેટલાક વર્ઝનમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેના કારણે ડેટાની ચોરી થઈ શકે છે.

Google Chrome:જો તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ખરેખર, ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેના કારણે યુઝરનો ડેટા ચોરાઈ શકે છે. આ ખામીઓ માત્ર વિન્ડોઝ અને લિનક્સ યુઝર્સને જ નહીં, પરંતુ મેક યુઝર્સ પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. ભારત સરકારે આ અંગે હાઇ રિસ્ક વોર્નિગ જાહેર કરી છે. સરકારી એજન્સી ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ આ ચેતવણીને ગંભીર શ્રેણીમાં મૂકી છે.
CERT-Inએ આપી આ વોર્નિગ
CERT-In એ ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ અંગે ચેતાવણી જાહેર કરી છે. તે કહે છે કે હેકર્સ આ ખામીઓનો ફાયદો ઉઠાવીને ડિવાઈસની ઍક્સેસ મેળવી શકે છે અને ડેટા ચોરી શકે છે. એજન્સીએ કહ્યું છે કે જૂના વર્ઝન પર ચાલતા ક્રોમને તાત્કાલિક અપડેટ કરવાની જરૂર છે. Linux પર 134.0.6998.35 અથવા તેથી વધુ જૂનું વર્ઝન, Windows પર 134.0.6998.35/36 અથવા તેથી વધુ જૂનું અને Mac પર 134.0.6998.44/45 કે તેથી વધુ જૂનું વર્ઝન તાત્કાલિક અપડેટ કરવું જરૂરી છે. જો તમારું ઉપકરણ Chrome ના આ અથવા જૂના સંસ્કરણો ચલાવી રહ્યું હોય, તો સાયબર હુમલાઓથી બચવા માટે તેને અપડેટ કરો.
જાન્યુઆરીમાં પણ ચેતાવણી જાહેર કરવામાં આવી હતી
CERT-In સમયાંતરે આવી ખામીઓને લઈને ચેતવણીઓ જાહેર કરતું રહે છે. જાન્યુઆરીમાં, એજન્સીએ 132.0.6834.83/8r કરતાં જૂના અને 132.0.6834.110/111 કરતાં જૂના વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સને ચેતાવણી જાહેર કરી હતી. આ એડિશન આવી ખામીઓ જોવા મળી હતી, જેની મદદથી હેકર્સ સિસ્ટમની સુરક્ષાને બાયપાસ કરી શકે છે. આ વ્યક્તિગત યુઝર્સ તેમજ સંસ્થાઓ માટે જોખમ હતું.
આવા જોખમોથી કેવી રીતે બચવું?
સામાન્ય રીતે એવી પણ સલાહ આપવામાં આવે છે કે યુઝર્સને નિયમિત ધોરણે ક્રોમ અને અન્ય એપ્સ અપડેટ કરતા રહેવું જોઈએ. આનાથી તમને ન માત્ર નવી સુવિધાઓનો લાભ મળે છે, પરંતુ તમે આવી ખામીઓથી પણ છુટકારો મેળવી શકો છો.





















