Elon Muskની મોટી ભેટ, X યુઝર્સને મફતમાં મળશે આ ફીચર, ChatGPTને મળશે ટક્કર
વાસ્તવમાં થોડા સમય પહેલા જ Grok AI ચેટબોટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. હવે મસ્કે આ ચેટબોટ તમામ એક્સ યુઝર્સ માટે ફ્રી કરી દીધું છે.
X Free Grok AI Feature: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter (X) ને ખરીદ્યા ત્યારથી Elon Musk એ ઘણા ફેરફારો કર્યા છે. દરરોજ નવા અપડેટ્સ પણ આવી રહ્યા છે. જો તમે પણ X નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. વાસ્તવમાં થોડા સમય પહેલા જ Grok AI ચેટબોટનો સપોર્ટ આપવામાં આવ્યો છે. હવે મસ્કે આ ચેટબોટ તમામ એક્સ યુઝર્સ માટે ફ્રી કરી દીધું છે.
— X (@X) December 6, 2024
Grok AI વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું
Grok AI વર્ષ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી તેને X સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડતો હતો. પરંતુ હવે તેને દરેક યુઝર માટે સંપૂર્ણપણે ફ્રી કરી દેવામાં આવ્યું છે. Grok AI ફ્રી હોવાથી OpenAI ની ChatGPT, Googleની Gemini AI અને Claude AIને સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે. જો કે, આ અંગે મસ્ક અથવા એક્સ તરફથી કોઈ મોટું અપડેટ આપવામાં આવ્યું નથી. અનેક યુઝર્સનું કહેવું છે કે તેઓ X ના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સાથે મફતમાં Grok AI નો ઉપયોગ કરી શકે છે.
ફ્રી વર્ઝનમાં કેટલીક લિમિટ્સ હોઈ શકે છે
જો તમે Grok AI નો ઉપયોગ કરી રહ્યાં છો તો તમને ફ્રી વર્ઝનમાં કેટલીક લિમિટ્સનો સામનો કરવો પડી શકે છે. જાણકારી અનુસાર, તમે દર બે કલાકે માત્ર 10 મેસેજ મોકલી શકશો. તદુપરાંત તમે દરરોજ ફક્ત ત્રણ ફોટાનું એનાલિસિસ કરી શકશો. રિપોર્ટ્સ અનુસાર, તે ટૂંક સમયમાં ChatGPT અને Gemini AI જેવી સ્ટેન્ડઅલોન એપ તરીકે લોન્ચ થઈ શકે છે. અગાઉ, એક્સ યુઝર્સ માટે નવી રડાર ટૂલ ફીચર આપવામાં આવ્યું હતું. આ ફીચરની મદદથી યુઝર્સ માટે ટ્રેડિંગ વિષયો, બ્રેકિંગ ન્યૂઝ અને અન્ય ઇવેન્ટ્સ શોધવાનું સરળ બને છે.
Spam થી બચવામાં મદદ કરે છે Gmail નું આ ફીચર! જાણો કઈ રીતે કરે છે કામ