![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Spacex Launching: 17 નવેમ્બરે એલન મસ્ક ફરીથી લૉન્ચ કરશે સૌથી શક્તિશાળી રૉકેટ, ગઇ વખતે એક્સપ્લૉડ થઇ ગયુ હતુ સ્ટારશિપ
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એપ્રિલમાં સ્પેસએક્સના નિષ્ફળ પ્રક્ષેપણમાં અકસ્માતની તપાસ પૂર્ણ કરી છે,
![Spacex Launching: 17 નવેમ્બરે એલન મસ્ક ફરીથી લૉન્ચ કરશે સૌથી શક્તિશાળી રૉકેટ, ગઇ વખતે એક્સપ્લૉડ થઇ ગયુ હતુ સ્ટારશિપ Elon Musk Space And Updates: spacex launching elon musk will once again launch heavy rocket on 17th november last time exploded Spacex Launching: 17 નવેમ્બરે એલન મસ્ક ફરીથી લૉન્ચ કરશે સૌથી શક્તિશાળી રૉકેટ, ગઇ વખતે એક્સપ્લૉડ થઇ ગયુ હતુ સ્ટારશિપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/214781302e6ad72451caa26f9cf25560169976928130777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Starship Launching: સ્પેસએક્સના માલિક એલન મસ્ક ફરી એકવાર તેમનું સુપર હેવી રૉકેટ સ્ટારશિપ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે તેને 17 નવેમ્બરે લૉન્ચ કરી શકે છે. જોકે તેની રેગ્યૂલેટરી મંજૂરી હજુ બાકી છે. અગાઉ સ્ટારશિપ એપ્રિલ મહિનામાં લૉન્ચ કરવામાં આવી હતી જે સફળ રહી ન હતી અને તેમાં વિસ્ફોટ થયો હતો.
સ્ટારશિપની બીજી ટેસ્ટનો હેતુ અગાઉના પડકારોને દૂર કરવાનો રહેશે. સ્ટારશિપના ડેવલપમેન્ટમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે જે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવી લૉન્ચ સિસ્ટમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે પૃથ્વીની ભ્રમણકક્ષા, ચંદ્ર અને મંગળ સુધી મનુષ્યો અને કાર્ગો લઈ જવામાં સક્ષમ હશે.
બીજી લૉન્ચિંગને ના મળી મંજૂરી
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એપ્રિલમાં સ્પેસએક્સના નિષ્ફળ પ્રક્ષેપણમાં અકસ્માતની તપાસ પૂર્ણ કરી છે, પરંતુ હજુ સુધી વાહનના બીજા લૉન્ચને મંજૂરી આપી નથી. FAA એ ઑક્ટોબરમાં સ્પેસએક્સ સ્ટારશિપ-સુપર હેવી લાઇસન્સ મૂલ્યાંકનના સલામતી સમીક્ષા ભાગને પૂર્ણ કર્યો. જોકે, કેટલાક મૂલ્યાંકન હજુ પણ ચાલુ છે.
સ્ટારશિપ સુપર હેવી સ્પેસએક્સના પોતાના 33 રેપ્ટર એન્જિન દ્વારા સંચાલિત છે જે પ્રવાહી મિથેન અને ઓક્સિજન પર ચાલે છે. સુપર હેવી સ્ટારશિપ 118 મીટરની ઉંચાઈ પર છે અને તેનું વજન 4400 ટન છે. તેનું લૉન્ચિંગ સ્પેસએક્સના સ્ટારબેઝ બોકા ચિકા, ટેક્સાસ ખાતે થશે. જેમાં સ્ટારશિપ રોકેટ માટે સ્પેસપોર્ટ, ઉત્પાદન અને વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ગઇ વખતે ફેઇલ થઇ ગયુ હતુ હતુ સ્ટારશિપ
અગાઉ, સ્ટારશિપનું પરીક્ષણ 20 એપ્રિલે કરવામાં આવ્યું હતું. જો કે, સ્ટારશિપ લૉન્ચ થયાની થોડીવાર બાદ વિસ્ફોટ થયો હતો. તેની નિષ્ફળતા પછી પણ એલન મસ્ક અને સ્પેસએક્સ હેડક્વાર્ટરના કર્મચારીઓ ઉજવણી કરી રહ્યાં હતા કારણ કે લૉન્ચપેડ પરથી રૉકેટનું ટેકઓફ એક મોટી સફળતા માનવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)