શોધખોળ કરો

Facebook, Instagram યુઝર્સને આપવી પડી શકે છે ફી, મેટા બનાવી રહ્યું છે રણનીતિ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ટૂંક સમયમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે મહિને ફી ચૂકવવી પડી શકે છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સને ટૂંક સમયમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે મહિને ફી ચૂકવવી પડી શકે છે. મેટાના આ નિર્ણયથી લાખો યુઝર્સમાં ચિંતા વધી ગઈ છે. અહેવાલો અનુસાર, મેટા યુરોપિયન યુનિયન (EU) માં યુઝર્સ પાસેથી જાહેરાતો વિના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે દર મહિને 14 ડોલર (આશરે 1,190 રૂપિયા) ચાર્જ વસૂલવાની યોજના બનાવી રહી છે. આ ફી ખાસ કરીને એવા યુઝર્સ માટે હશે જે જાહેરાત-મુક્ત અનુભવ પસંદ કરે છે. સામાન્ય યુઝર્સ હજુ પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મફતમાં ઍક્સેસ કરી શકશે.

તાજેતરના અહેવાલો એવું પણ સૂચવે છે કે મેટા બંને પ્લેટફોર્મ માટે કોમ્બો ઓફર પણ લાવી શકે છે, જેની કિંમત 17 ડોલર (આશરે રૂ. 1,445 પ્રતિ માસ) હશે. જોકે, આ વિકલ્પ ફક્ત ડેસ્કટોપ યુઝર્સ માટે જ ઉપલબ્ધ રહેશે.

EU ના કડક નિયમોને કારણે નિર્ણય લેવામાં આવ્યો

યુરોપિયન યુનિયન દ્વારા ટેક કંપનીઓ પર વધતા નિયમનકારી કડક પગલાં વચ્ચે મેટાનું આ પગલું આવ્યું છે. તાજેતરમાં EU એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને યુઝર્સની ઑનલાઇન પ્રવૃત્તિઓ અને આદતોના આધારે લક્ષિત જાહેરાતો આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મેટા અને ગુગલ જેવી કંપનીઓએ છેલ્લા દાયકામાં જાહેરાત-આધારિત મોડેલો દ્વારા અબજો ડોલરની કમાણી કરી છે.

મેટાએ સ્પષ્ટતા કરી છે કે તે યુઝર્સને તેમની મંજૂરી લીધા પછી જ જાહેરાતો બતાવશે અને તેમની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિગત જાહેરાતો બતાવવામાં આવશે નહીં. યુઝર્સની પ્રવૃત્તિઓના આધારે સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા ટાર્ગેટ કરવા અંગે પણ યુએસ સરકારે પ્રશ્નો ઉઠાવ્યા છે. EU એ ચેતવણી આપી છે કે જો કંપનીઓ નિયમોનું પાલન નહીં કરે તો તેમને ભારે દંડનો સામનો કરવો પડી શકે છે.

Subscription No Ads મોડલ શું છે?

નવી જાહેરાત નીતિ હેઠળ ટેક કંપનીઓએ તેમના યુઝર્સ પાસેથી આવક મેળવવા માટે સબ્સ્ક્રિપ્શન મોડેલ તરફ આગળ વધવું પડશે. આ પહેલી વાર નથી જ્યારે સોશિયલ મીડિયા કંપનીઓએ પેઇડ મોડેલનો સંકેત આપ્યો છે. 2023માં પણ આવો જ પ્રસ્તાવ આવ્યો હતો. હવે EU પર નિર્ભર છે કે તે મેટાને સબ્સ્ક્રિપ્શન નો એડ્સ (SNA) મોડલ લાગુ કરવા માટે માર્ગદર્શન આપે.       

ટોપ સ્ટોરી

OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
OnePlus Nord 7: ફોનની પાછળ ચમકશે RGB લાઇટ, વનપ્લસ નૉર્ડ 7ની ડિટેલ્સ લીક
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Laptop Buying Tips: સેકન્ડ હેન્ડ લેપટોપ ખરીદતા પહેલા આ રીતે ચેક કરો બેટરી હેલ્થ
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Geyser Buying Tips: શિયાળામાં મિનિટોમાં મળશે ગરમ પાણી! ક્યું ગીઝર છે બેસ્ટ? ખરીદતા પહેલાં જાણો
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Black Friday Sale 2026 : ગેજેટ્સ ખરીદવાની શાનદાર તક, Reliance Digital આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

વિડિઓઝ

Peru: અલ નિનોના ભારે વરસાદથી પેરૂનાં પિઉરામાં પૂર, 2,000 પરિવાર પ્રભાવિત
Hun To Bolish : હું તો બોલીશ : આશીર્વાદ ગાયમાતાના
Hun To Bolish : હું તો બોલીશ : પટેલ-ચૌધરી-પાટીદાર
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીના આંગણે સરકાર
Delimitation Bill : મોદી કેબિનેટની સીમાંકન બિલને મંજૂરી, ગુજરાતમાં લોકસભાની બેઠકો વધશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Mumbai Indians Captian: રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સનો ફરીથી બન્યો કેપ્ટન, હાર્દિક પંડ્યાની લેશે જગ્યા
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Delimitation Bill: મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સીમાંકન 25 વર્ષ માટે ફ્રિઝ, લોકસભાની બેઠકોમાં 50 ટકા વધારાને મંજૂરી
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
Police: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર, પોલીસ કમિશ્નર દ્વારા 8 આંતરિક સહિત 23 પીઆઈની બદલી
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
JSW Motors Pioneers 500 Edition: પૈસા હોવા છતાં પણ તમે નહીં ખરીદી શકો JSWની આ SUV, જાણો કેમ ?
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Bullet Train: સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી તસવીર આવી સામે, એરપોર્ટ જેવો છે લૂક
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Delimitation Bill: ઇન્ડિયા ગઠબંધનમાં ફૂટ, સીમાંકન બિલનું RJDએ કર્યુ સમર્થન
Embed widget