વ્યક્તિના મૃત્યુ બાદ તેના ફેસબુક એકાઉન્ટનું શું થાય છે? જાણો મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટ કેવી રીતે કામ કરે છે
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારા નિધન બાદ તમારા ફેસબુક એકાઉન્ટનું શું થશે? ચાલો તમને જણાવીયે કે ફેસબુક પાસે તમારા માટે કયા ખાસ વિકલ્પો છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારા નિધન બાદ તમારા ફેસબુક એકાઉન્ટનું શું થશે? ચાલો તમને જણાવીયે કે ફેસબુક પાસે તમારા માટે કયા ખાસ વિકલ્પો છે. ફેસબુક પાસે એક વિકલ્પ છે જ્યાં તમે તમારા યાદગાર અકાઉન્ટની સંભાળ માટે એક 'લીગેસી કોન્ટેક્ટ' પસંદ કરી શકો છો અથવા એકાઉન્ટને ફેસબુક પરથી હંમેશા માટે હટાવી પણ શકો છો. જો કોઈ યુઝર પોતાના એકાઉન્ટને હંમેશા માટે હટાવવા નથી માંગતા અને જ્યારે આવા યુઝર્સના નિધનની જાણકારી ફેસબુકને મળે છે ત્યારે તે યુઝરના એકાઉન્ટને યાદગાર બનાવી દેવામાં આવે છે.
શું હોય છે મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટઃ
મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટ એક એવી જગ્યા છે જ્યાં દોસ્તો અને પરિવાર પોતાની યાદો વહેંચવા માટે ભેગા થઈ શકે છે અને કોઈ વ્યક્તિના નિધન બાદ પોતાનો પ્યાર વહેંચી શકે છે. આ મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં મૃત્યુ પામનાર વ્યક્તિના નામની આગળ 'Remembering' શબ્દ લખેલો આવે છે. જેથી જાણ થાય છે કે આ યુઝરનું મૃત્યુ થઈ ચુક્યુ છે અને તેનું એકાઉન્ટ તેના પરીવાર અને મિત્રોની સાથે યાદો વહેંચવા માટે મેમોરિયલાઈઝ્ડ કરી દેવામાં આવ્યું છે.
આ પ્રકારના એકાઉન્ટમાં જે-તે વ્યક્તિના મિત્રોને કોઈ પણ પ્રકારની જાહેરાતો, જન્મદિનના રિમાઈન્ડર, વગેરે જેવી નોટીફિકેશનમાં નહી દેખાય. કોઈ પણ વ્યક્તિ મેમોરિયલાઈઝ્ડ એકાઉન્ટમાં લોગ ઈન નથી કરી શકતું. આવા એકાઉન્ટમાં કોઈ લીગેસી કોન્ટેક્ટ નથી જોડાયેલો હોતો જેથી આવી પ્રોફાઈલમાં કોઈ બદલાવ પણ નથી કરી શકાતો.
મૃત્યુ પછી એકાઉન્ટ બંધ કરવું હોય તો?
જો કોઈ વ્યક્તિને પોતાના મૃત્યુ પછી પોતાનું ફેસબુક એકાઉન્ટ બંધ (ડિલીટ) કરી દેવું હોય તો તેનો પણ એક વિકલ્પ ફેસબુકમાં હોય છે. આ વિકલ્પ પસંદ કર્યા પછી જ્યારે વ્યક્તિનું નિધન થાય ત્યારબાદ ફેસબુકને તેની જાણ થાય ત્યારે ફેસબુક તે એકાઉન્ટને ડિલીટ કરી દે છે. આ વિકલ્પ પસંદ કરવા માટે નીચે મુજબ પ્રક્રિયાને ફોલો કરો.
1.સૌ પ્રથમ ફેસબુકનાના સૌથી ઉપર જમણી બાજુમાં આવી રહેલા ડાઉન ફેસિંગ આઈકન પર ક્લિક કરો.
2. તે બાદ સેટિંગ અને પ્રાઈવસી વિકલ્પ પર ક્લિક કરો અને પછી સેટિંગ પર ક્લિક કરો.
3. ત્યારબાદ Memorialisation settings પર ક્લિક કરો.
4. ત્યાર બાદ નીચે સ્ક્રોલ કરો અને "Request that your account be deleted after you pass away" નામનો વિકલ્પ પસંદ કરો. ત્યાર બાદ "Delete after death" પર ક્લિક કરો.