શોધખોળ કરો

Cyber Fraud: રક્ષાબંધન પર આવા મેસેજથી સાવધાન રહો! સાયબર ગઠીયાઓ આ રીતે ખાતું ખાલી કરી નાખશે

રક્ષાબંધનના તહેવારમાં સાયબર ઠગો ઇન્ડિયા પોસ્ટના નામે મેસેજ મોકલીને લોકોને શિકાર બનાવી શકે છે. જો તમને આવો કોઈ મેસેજ આવે તો તેનાથી બચવા માટે આ કામ કરો.

રક્ષાબંધન આવતાં હવે થોડા જ દિવસો બાકી છે. ભાઈ બહેનના આ ખાસ તહેવારને જોતાં બજારો પણ સજી ગયા છે. જે ભાઈઓ કામને કારણે બહેનોથી દૂર છે, તેઓ તેમને રાખડીની ભેટ પાર્સલ દ્વારા મોકલે છે. પરંતુ આ ખાસ તહેવાર પર પણ સાયબર ઠગોની નજર છે. જેઓ એક ભૂલને કારણે તમને પોતાનો શિકાર બનાવી લેશે અને તમને ખબર પણ નહીં પડે. રક્ષાબંધનને જોતાં સાયબર ઠગો ફરી એક વાર સક્રિય થઈ ગયા છે. આ વખતે તેઓ ઇન્ડિયા પોસ્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ચાલો જાણીએ કેવી રીતે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

લોકોને મેસેજ મોકલીને બનાવી રહ્યા છે શિકાર

રક્ષાબંધન પર ઘણા ભાઈઓ પોતાની બહેનોને ભેટ મોકલે છે. આ વાતનો ફાયદો હવે સાયબર ઠગો ઉઠાવી રહ્યા છે. જ્યાં લોકોને ઇન્ડિયા પોસ્ટના નામથી મેસેજ આવે છે જેમાં લખ્યું હોય છે કે તમારું એક પાર્સલ આવ્યું છે પરંતુ સરનામું અધૂરું અને બરાબર ન લખાયું હોવાને કારણે પાર્સલ ડિલિવર કરવામાં મુશ્કેલી થઈ રહી છે. મેસેજમાં એક લિંક પણ આપેલી હોય છે. લોકોને કહેવામાં આવે છે કે તે લિંક પર ક્લિક કરીને પોતાનું પૂરું સરનામું અપડેટ કરી શકે છે.

આ રીતે થઈ રહ્યું છે સ્કેમ

તે લિંક પર જઈને લોકોએ પોતાનું સરનામું અપડેટ કરવાનું હોય છે. તમે જેવા જ લિંક પર ક્લિક કરો છો તો કાં તો તમારો ફોન હેક કરી લેવામાં આવે છે અથવા તમને રિડિલિવરીના નામે એક નાની રકમ ભરવાનું કહેવામાં આવે છે. આ રકમ 25-50 રૂપિયા હોય છે. નાની રકમ હોવાને કારણે લોકો પોતાના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગતો આપીને પેમેન્ટ કરી દે છે, આ જ ભૂલને કારણે લોકોના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની વિગતો સ્કેમર્સ પાસે પહોંચી જાય છે.

આવા સ્કેમથી કેવી રીતે બચવું

  • અજાણ્યા મેસેજ અને ઈમેલથી સાવધાન રહો, જો તમને આવા મેસેજ આવી રહ્યા છે તો કોઈપણ પગલું લેતા પહેલા તેની સારી રીતે માહિતી લઈ લો.
  • સૌથી જરૂરી વાત એ છે કે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરો. આનાથી તમારી સાથે છેતરપિંડી થવાની સંભાવના વધી જાય છે. વધુ માહિતી માટે હંમેશા અધિકૃત વેબસાઇટ પર જાઓ.
  • આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે જો તમને કોઈ તમારી વ્યક્તિગત માહિતી કે ચુકવણી માટે કહી રહ્યું છે, તો સૌ પ્રથમ કંપની કે સંસ્થાના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો અને તેમની પાસેથી આ વિશે માહિતી લો. હેકર્સ દ્વારા બનાવવામાં આવેલી વાર્તાની તપાસ કરવા માટે તમે ઇન્ડિયા પોસ્ટ કે અન્ય કુરિયર કંપનીઓની કસ્ટમર સપોર્ટ સેવાને કૉલ કરી શકો છો.
  • સાયબર ફ્રોડ થવાની સ્થિતિમાં તરત જ 1930 નંબર પર ફરિયાદ નોંધાવો. સાયબર ક્રાઇમ પોર્ટલ cybercrime.gov.in પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

ટોપ સ્ટોરી

NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
NHAI લાવ્યું OneTag, નવા FASTag ની જરુર નહીં પડે, જાણો કઈ રીતે કામ કરશે નવું ફીચર?
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
મેટા વન સબ્સ્ક્રિપ્શન લોન્ચ: WhatsApp થી Instagram સુધી હવે મળશે એક જ સિંગલ પ્લાન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન
WhatsApp યુઝર્સ માટે રેડ એલર્ટ: શું તમને પણ આવા દસ્તાવેજો મળે છે? એક ક્લિકથી હેક થઈ શકે છે ફોન
મ્યુઝિક, કોલ્સ અને રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ TWS Earbuds: આ 4 મોડલ પર કરી શકો છો વિચાર
મ્યુઝિક, કોલ્સ અને રોજિંદા ઉપયોગ માટે બેસ્ટ TWS Earbuds: આ 4 મોડલ પર કરી શકો છો વિચાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
Govt Pension Scheme: 3000 રૂપિયા પેન્શનની ગેરન્ટી, ખેડૂતો માટે સરકારની શાનદાર યોજના
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
IND vs AFG: ટી20માં અભિષેક શર્માનો વર્લ્ડ રેકોર્ડ,  30 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો
Gujarat Rain Forecast:10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Forecast: 10 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
Rain Update: અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી ડાઉન, ધોધમાર વરસાદ
Embed widget