Trick: કૉમ્પ્યુટરની એવી ચાર કી જેને દબાવતા જ પીસી થઇ જાય છે સુપર ફાસ્ટ, કરી જુઓ ટ્રાય
લેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે,
![Trick: કૉમ્પ્યુટરની એવી ચાર કી જેને દબાવતા જ પીસી થઇ જાય છે સુપર ફાસ્ટ, કરી જુઓ ટ્રાય Fasting And Boosting Tricks: how can get fast up your computer or laptop with this easy steps Trick: કૉમ્પ્યુટરની એવી ચાર કી જેને દબાવતા જ પીસી થઇ જાય છે સુપર ફાસ્ટ, કરી જુઓ ટ્રાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/28/2406769f3f621c8dd783e29fbca64619_0.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Trick: લોકો હવે કૉમ્પ્યુટરની સાથે સાથે લેપટૉપનો પણ વધુ યૂઝ કરવા લાગ્યા છે, કોરોના કાળ બાદ ઘણી કંપનીઓના કર્મચારીઓ લોકો વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં, આ લોકો ખાસ કરીને લેપટૉપનો ઉપયોગ કરી રહ્યાં છે, પરંતુ તને ખબર છે કે લેપટૉપ માટે કેટલીક ટ્રિક્સ એવી છે જે તમને કામમાં સરળતા અપાવે છે. આજકાલ લેપટૉપની સ્પીડ ધીમી થઇ જવાની સમસ્યા ખુબ કૉમન છે, જો તમે પણ આ સમસ્યાથી પીડાઇ રહ્યા છો, તો અહીં અમને તમને લેપટૉપની સ્પીડને બૂસ્ટ કરવાની એક ખાસ ટ્રિક્સ બતાવી રહ્યા છીએ. આની મદદથી તમે લેપટૉપ જ નહીં પરંતુ કૉમ્પ્યુટરની પણ સ્પીડ આસાનીથી વધારી શકો છો.
લેપટૉપ અથવા પીસીનો ઉપયોગ કરતી વખતે જ્યારે પણ તમને લાગે કે સ્પીડ ધીમી થઇ ગઇ છે કે એપ્લિકેશન વારંવાર હેન્ગ થઇ રહી છે, આવામાં તમારી પાસે શોર્ટકટ રીબૂટ સિસ્ટમનું નૉલેજ હોવું ખૂબ જ જરૂરી છે.
શૉર્ટકટ રીબૂટ સિસ્ટમ કીબૉર્ડ પર બનેલા કેટલાક બટનોની પેટર્ન છે, જ્યારે તેને દબાવવામાં આવે છે, ત્યારે તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર એક સેકન્ડમાં સારી રીતે અને ફાસ્ટ સ્પીડ પકડી લે છે.
જ્યારે પણ તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર ધીમી ગતિએ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તમારે તમારા કૉમ્પ્યુટર અથવા લેપટૉપના કીબૉર્ડ પર એક સાથે 'Shift, Ctrl, Windows અને B' દબાવવાનું છે.
પહેલા Shift, પછી Ctrl, પછી Windows અને છેલ્લે B દબાવવાનું રહેશે. કીબૉર્ડ બટન દબાવતી વખતે અગાઉના બટનમાંથી તમારી આંગળી દૂર કરશો નહીં, પરંતુ બધા બટનો દબાવવામાં આવે પછી જ આંગળીઓને દૂર કરો.
શૉર્ટકટ રીબુટ સિસ્ટમ સાથે તમારા લેપટોપ અથવા કૉમ્પ્યુટરના તમામ મહત્વપૂર્ણ ડ્રાઇવરો પુનઃપ્રારંભ થાય છે અને રિફ્રેશ થાય છે અને તમારું લેપટૉપ અથવા કૉમ્પ્યુટર સારી રીતે ફાસ્ટ કામ કરવાનું શરૂ કરી દે છે.
Twitter : શું ટ્વિટરને રિપ્લેશ કરી દેશે થ્રેડ્સ? ઈન્સ્ટા હેડે જ આપ્યો જવાબ
2 દિવસ બે દિવસ પહેલા જ Metaએ 100 થી વધુ દેશોમાં Twitterની પ્રતિસ્પર્ધી એપ્લિકેશન Threads લોન્ચ કરી હતી. અત્યાર સુધીમાં 70 મિલિયનથી વધુ લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. થ્રેડ્સે માત્ર થોડા જ દિવસોમાં આટલો વિશાળ યુઝર બેઝ હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભલે એપનો યુઝરબેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ ટ્વિટરની સરખામણીએ લોકો આ એપને ઓછી પસંદ કરી રહ્યા છે. તેનું કારણ એપની ખામી અને ઓછા ફીચર્સ છે.
આ એપ લોન્ચ થયા બાદ ટ્વિટર અને થ્રેડ્સ પર ઘણા લોકોએ આ સવાલ પૂછ્યો હતો કે, શું થ્રેડ્સ ટ્વિટરનું સ્થાન લેશે? હવે આ સવાલનો જવાબ ખુદ ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ આપ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)