Realme X7 Max પર મળી રહ્યું છે 8 હજાર રૂપિયાનુ ડિસ્કાઉન્ટ, સસ્તામાં ખરીદો 5G ફોન
ફ્લિપકાર્ટ અનુસાર સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ અંતર્ગત ફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને માત્ર 18,910 રૂપિયામાં ઓર્ડર કરી શકાય છે. જ્યારે આની લૉન્ચ સમયે કિંમત 26,999 રૂપિયા રાખવામાં આવી હતી. ફોન પર 8 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ Flipkart પર આજથી Big Saving Days સેલ શરૂ થઇ ચૂક્યો છે. 16 જૂન સુધી ચાલનારા આ સેલમાં મોટી કંપનીઓના સ્માર્ટફોન્સ પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. જો સેલની બેસ્ટ ડીલની વાત કરવામાં આવે તો Realme X7 Max 5G પર સારી ઓફર આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટ અનુસાર સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ અંતર્ગત ફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને માત્ર 18,910 રૂપિયામાં ઓર્ડર કરી શકાય છે. જ્યારે આની લૉન્ચ સમયે કિંમત 26,999 રૂપિયા રાખવામાં આવી હતી. ફોન પર 8 હજાર રૂપિયા સુધીની છૂટ મળી રહી છે.
સ્પેશિફિકેશન્સ-
Realme X7 Max 5G સ્માર્ટફોનમાં 6.43 ઇંચની HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિઝૉલ્યૂશન 2400x1080 પિક્સલ છે. ફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ Realme UI 2.0 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન MediaTek Dimensity 1200 પ્રૉસેસર વાળો છે. આમાં 12GB રેમ અને 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. જેને માઇક્રોએસડી કાર્ડથી તમે વધારી શકો છો.
કેમેરા-
ફોટોગ્રાફીની વાત કરીએ તો Realme X7 Max 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો Sony IMX682ની સાથે 64 મેગાપિક્સલનો છે. જ્યારે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામા આવ્યો છે. વળી 2 મેગાપિક્સલનો એક મેક્રો લેન્સ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
4500mAhની છે બેટરી-
Realme X7 Max 5G સ્માર્ટફોનમાં પાવર માટે 4500mAhની બેટરી આપવામાં આવી છે. જે 50W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની અનુસાર, ફોનની બેટરી માત્ર 16 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ થઇ જશે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, એનએફસી, અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત છે કે ફ્લિપકાર્ટ સ્માર્ટ અપગ્રેડ અંતર્ગત ફોનના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટને માત્ર 18,910 રૂપિયામાં ઓર્ડર કરી શકાય છે.