(Source: ECI/ABP News/ABP Majha)
WiFi Password: Wi-Fiનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો આ એક ક્લિકથી જાણી શકશો
How to Find WiFi Password: ઘણી વખત એવું બને છે કે, લોકો પોતાના ઘરમાં વાઈ-ફાઈ ઈન્સ્ટોલ કરે છે પરંતુ તેનો પાસવર્ડ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં શું કરવું. જાણો કેવી રીતે મેળવશો ભૂલાઇ ગયેલો પાસવર્ડ
How to Find WiFi Password:WiFi Password: હાઇ ઇન્ટરનેટ સ્પીડ માટે, મોટાભાગના લોકો તેમના ઘરમાં Wi-Fi ઇન્સ્ટોલ કરવાનું પસંદ કરે છે. પરંતુ, ઘણી વખત એવું બને છે કે લોકો તેમના ઘરમાં Wi-Fi ઇન્સ્ટોલ કરે છે પરંતુ તેનો પાસવર્ડ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં, લોકોને તેમના Wi-Fi સાથે નવા ઉપકરણને કનેક્ટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જો કોઈ નવો મહેમાન અથવા મિત્ર તમારા ઘરે આવે અને Wi-Fi પાસવર્ડ માંગે. પરંતુ, હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવી સરળ રીતો જણાવીએ છીએ જેના દ્વારા તમે તમારા કનેક્ટેડ ડિવાઇસમાંથી તમારો ભૂલી ગયેલો Wi-Fi પાસવર્ડ સરળતાથી શોધી શકો છો. ચાલો તમને જણાવીએ કે શું કરવું.
Android ડિવાઇસમાં
તમારા Android ડિવાઇસ પર તમારો પાસવર્ડ શોધવા માટે, પહેલા સેટિંગ્સ પર ક્લિક કરો. આ પછી નેટવર્ક પર જાઓ અને પછી Wi-Fi વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, કનેક્ટેડ Wi-Fi નેટવર્કના નામની બાજુમાં ગિયર આઇકોન પર ક્લિક કરો. અહીં તમે શેર પર ટેપ કરો અને તમારી ઓળખની પુષ્ટિ કરો. અહીં તમને Wi-Fi શેર કરવા માટે QR કોડ દેખાશે. તેની નીચે Wi-Fi પાસવર્ડ લખવામાં આવશે.
Samsung Galaxy ડિવાઇસ પર
Samsung Galaxy ડિવાઇસ પર Wi-Fi પાસવર્ડ શોધવા માટે, સેટિંગ્સ > કનેકશન > Wi-Fi પર જાઓ. કનેક્ટેડ Wi-Fi નેટવર્કની બાજુમાં ગિયર આઇકનને ટેપ કરો. પછી, સ્ટારવાળા પાસવર્ડ ફિલ્ડની બાજુમાં આઇ આઇકોનને ટેપ કરો અને તમારી ઓળખની પુષ્ટિ કરો. આનાથી Wi-Fi પાસવર્ડ સાદા ટેક્સ્ટમાં દેખાશે.
iPhoneમાં
તમારા iOS ડિવાઇસ પર સેટિંગ્સ એપ્લિકેશન ખોલો. Wi-Fi પર ક્લિક કરો અને કનેક્ટેડ નેટવર્કની બાજુમાં વાદળી વર્તુળ i ને ટેપ કરો. પાસવર્ડ પર ક્લિક કરો. તમારે તમારો iPhone પાસકોડ અથવા ફેસ ID ઇન્ટર કરીને તમારી ઓળખની પુષ્ટિ કરવાની જરૂર પડશે. PIN ઇન્ટર દાખલ કરવાથી અથવા ફોનને તમારા ચહેરાની સામે રાખવાથી પાસવર્ડ દેખાશે.
Windows લેપટોપ અથવા કમ્પ્યુટર પર
Windows લેપટોપ અથવા કમ્પ્યુટરમાં Wi-Fi પાસવર્ડ શોધવા માટે, સેટિંગ્સ > સ્ટાર્ટ મેનૂ> નેટવર્ક અને ઇન્ટરનેટ > Wi-Fi પર જાઓ. આ પછી સૌથી ઉપર કનેક્ટેડ નેટવર્કનું નામ દેખાશે. નામને ટેપ કરો જેથી કરીને Wi-Fi નેટવર્ક વિશેની જાણકારી દેખાશે. આ પછી એક નવી સ્ક્રીન ખુલશે. જેમાં Wi-Fi નેટવર્ક વિશેની માહિતી દેખાશે. અહીં View Wi-Fi સુરક્ષા કી પર ક્લિક કરો. આ પછી એક નવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં Wi-Fi પાસવર્ડ સાદા ટેક્સ્ટમાં દેખાશે.