Airtel Plan: 599 રૂપિયાનો બેનિફિટ્સ 499 રૂપિયામાં, 56GB ડેટા, ફ્રી Disney+ Hotstar અને બીજુ ઘણુબધુ, જાણો......
અમે તમને એરટેલના એક એવા પ્લાન વિશે બતાવી રહ્યા છીએ, જેમાં તમે 100 રૂપિયાથી ઓછો ખર્ચ કરીને પણ મોંઘા પ્લાન જેવો ફાયદો લઇ શકો છો.
Airtel Plan: જો તમે પણ Airtelના ગ્રાહક છો, તો તમારા માટે એક ખાસ ખુશબર છે, તમે જો એક એવા પ્લાનની તલાશમાં હોય જે 500 રૂપિયાથી ઓછી કિંમતમાં તમને દરરોજ કમ સે કમ 2GB ડેટા અને OTT બેનિફિટ્સ ફ્રીમાં ફાયદો આપે, તો આ ખબર તમારા માટે ફાયદાકારક છે. અમે તમને એરટેલના એક એવા પ્લાન વિશે બતાવી રહ્યા છીએ, જેમાં તમે 100 રૂપિયાથી ઓછો ખર્ચ કરીને પણ મોંઘા પ્લાન જેવો ફાયદો લઇ શકો છો. અમે વાત કરી રહ્યાં છીએ એરટેલના 599 અને 499 રૂપિયાના પ્લાન્સ વિશે........ જાણો આ પ્લાન વિશે.........
Airtel 499 રૂપિયા વાળો પ્લાન -
એરટેલ 499 રૂપિયાના પ્લાનમાં પ્રતિદિવસ 2GB ડેટાની સાથે અનેલિમીટેડ લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ આપી રહ્યું છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે અવેલેબલ છે. આમાં પ્રતિ દિવસ 100 એસએમએસ પણ મળે છે. ડેટા અને કૉલિંગ બેનિફિટ્સ ઉપરાંત આ પ્લાનમાં તમને એક વર્ષ માટે ડિઝ્ની+હૉટસ્ટારનુ કૉમ્પ્લીમેન્ટરી સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત આ પ્લાનમાં તમને ત્રણ મહિના માટે એપોલો 24/7 સર્કલ સબ્સક્રિપ્શન, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી હેલૉટ્યૂન્સ અને ફ્રી વિન્ક મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ મળે છે.
Airtelનો 599 રૂપિયાનો પ્લાન -
એરટેલના 599 રૂપિયાના પ્લાનમાં અનલિમીટેડ લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ્સની સાથે પ્રતિદિવસ 3GB ડેટા મળે છે. આની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનની સાથે તમને એક વર્ષ માટે 499 રૂપિયાનુ Disney+ Hotstar સબ્સક્રિપ્શન મળશે, આ ઉપરાંત, તમને ત્રણ મહિના માટે એપોલો 24/7 સર્કલ સબ્સક્રિપ્શન, FASTag રિચાર્જ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી હેલૉટ્યૂન્સ અને ફ્રી Wynk મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ મળશે.
કયો છે બેસ્ટ ?
એરટેલના 599 અને 499 રૂપિયાની સરખામણીમાં બન્ને પ્લાનમાં તમને બરાબર વેલિડિટી મળે છે. આની સાથે બન્ને પ્લાનમાં તમને એક વર્ષ માટે ડિઝ્ની+હૉટસ્ટારનુ કૉમ્પિલીમેન્ટરી સબ્સક્રિપ્શન મળે છે. વળી બાકીના ફાયદાઓ બન્ને પ્લાનમાં એકસરખા છે, પરંતુ આ બન્ને પ્લાનમાં સૌથી મોટો ફરક ડેટાનો છે, 599 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 3GB ડેટા મળે છે, તો 499 રૂપિયા વાળા પ્લાનમાં ગ્રાહકોને કંપની 2GB ડેટા ઓફર કરે છે. આવામાં તમે 100 રૂપિયા અને ડેટાના ફરકને ધ્યાનમાં રાખતા પોતાનો બેસ્ટ પ્લાન પસંદ કરી શકો છો.
આ પણ વાંચો..
Cheteshwar Pujara: કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાએ ફરી ફટકારી બેવડી સદી, તોડ્યો 118 વર્ષનો રેકોર્ડ
Inflation: વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો, હવે બ્રિટનમાં ફુગાવો 40 વર્ષની ટોચે, વ્યાજદરમાં પણ વધારો
Horoscope Today 21 July 2022: મેષ, મિથુન, કર્ક, તુલા રાશિ સહિત જાણો, તમામ 12 રાશિઓનું રાશિફળ