શોધખોળ કરો
Advertisement
Airtel, Jio અને Vodafoneના આ છે બેસ્ટ રિચાર્જ પ્લાન્સ, લાંબા ગાળા સાથે વધારે ડેટાની સુવિધા
Jioના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.
નવી દિલ્હીઃ જો તમે લોકાડુનના સમયે એક એવા પ્રીપેડ પ્લાન વિશે વિચારી રહ્યા છો જેમાં લાંબી વેલિડિટીની સાથે રોજ વધારે ડેટા મળે તો તમારા માટે અહીં Airtel, Jio અને Vodafoneના કેટલાક ખાસ પ્લાન્સ વિશે જાણકાવી આપી રહ્યા છીએ જે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Airtelનો પ્રી પેડ પ્લાન
Airtelની પાસે હાલમાં 84 દિવસની વેલિડિટીવાળો એ ખાસ પ્લાન છે જેની કિંમત 598 રૂપિયા છે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને રોજ 2જીબી ડેટા મળશે. એટલું જ નહીં આ પ્લાનમાં રોજ 100 એસએમએસ ફ્રી મળી રહ્યા છે. જ્યારે કોલિંગની વાત કરીએ તો Airtelના આ પ્લાનની સાથે દેશના કોઈપણ નંબર પર અનલિમિટેડ વોયસ કોલની સુવિધા આપવામાં આવી રહી છે.
Jioનો પ્રી પેડ પ્લાન
Jioના 599 રૂપિયાવાળા પ્લાનમાં રોજ 2જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકો માટે આ પ્લાનમાં Jio નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે, જ્યારે અન્ય નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. ઉપરાંત આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. સાથે જ Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
Vodafoneનો પ્રી પેડ પ્લાન
84 દિવસની વેલિડિટીની સાથે Vodafoneનો આ ખાસ પ્લાન હાલમાં બજારમાં ઉપલબ્ધ છે જેની કિંમત 699 રૂપિયા છે. વોડાફોને આ પ્લાનને ડબલ ડેટા ઓફર નામ આપ્યું છે. આ પ્લાન અનુસાર વોડાફોનના પ્રીપેડ ગ્રાહકો 2+2 એટલે કે 4 જીબી ડેટા રોજ મળશે. તેની સાથે જ કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ રોજ ફ્રી મળે છે. આ પ્લાનમાં સાથે ઝી5નું સબ્ક્રિપ્શન પણ ફ્રીમાં મળે છે.
84 દિવસની વેલિડિટીની સાથે આવનારા આ તમામ પ્લાન્સ તમારી જરૂરતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. હવે જે ટેલિકોમ કંપનીઓની સર્વિસ તમને યોગ્ય લાગે તેને પસંદ કરી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion