Appleએ પોતાની આ ખાસ પ્રૉડક્ટનુ ઉત્પાદન હંમેશા માટે બંધ કર્યુ, શું છે પ્રૉડક્ટ ને કેમ લીધો આવો નિર્ણય, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે, Apple એ 2018 માં હૉમપૉડ સ્માર્ટ સ્પીકર માર્કેટમાં ઉતાર્યુ હતુ. આના વરસ બાદ આ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. ભારતમાં આની કિંમત 19,900 રૂપિયા છે. આના પછી કંપનીએ હૉમપૉડ મિની સ્માર્ટ સ્પીકર તરીકે ભારતમાં 9,900 રૂપિયામાં લૉન્ચ કર્યુ હતુ
નવી દિલ્હીઃ અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની Appleએ એક ચોંકવનારો ફેંસલો કર્યો છે. કંપનીએ પોતાના સ્માર્ટ સ્પીકર હૉમપૉડને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના બીજા સ્માર્ટ સ્પીકર હૉમપૉડ મિનીએ થોડા જ સમયમાં માર્કેટમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. Appleએ આ વાતની અધિકારીક પુષ્ટી કરતા કહ્યું- કંપની હવે હૉમપૉડ સ્માર્ટ સ્પીકરનુ નિર્માણ નહીં કરે અને આનુ વેચાણ હવે માત્ર છેલ્લા સ્ટૉક સુધી જ થશે.
ઉલ્લેખનીય છે કે, Apple એ 2018 માં હૉમપૉડ સ્માર્ટ સ્પીકર માર્કેટમાં ઉતાર્યુ હતુ. આના વરસ બાદ આ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. ભારતમાં આની કિંમત 19,900 રૂપિયા છે. આના પછી કંપનીએ હૉમપૉડ મિની સ્માર્ટ સ્પીકર તરીકે ભારતમાં 9,900 રૂપિયામાં લૉન્ચ કર્યુ હતુ.
શું છે Apple હૉમપૉડના સ્પેશિફિકેશન્સ......
એપલ હૉમપૉડ વૉઇસ આસિસ્ટન્ટ સપોર્ટની સાથે આવે છે, અને આમાં બેસ્ટ સાઉન્ડ ક્વૉલિટી માટે એપલ-ડિઝાઇન વૂફર્સ પણ અવેલેબલ છે. આની લંબાઇ 7 ઇંચ છે, અને આમાં એક ચીપ પણ આપવામા આવી હતી. આ ઉપરાંત આ ડિવાઇસને છ માઇક્રોફોનનો સપોર્ટ મળે છે, જેના દ્વારા યૂઝર્સ આને કમાન્ડ આપી શકે છે. માર્કેટમાં આ સ્માર્ટ સ્પીકર વ્હાઇટ અને ગ્રે કલર ઓપ્શનની સાથે અવેલેબલ છે. યૂઝર્સને આ સ્માર્ટ સ્પીકરમાં ઇન્ડિયન ઇંગ્લિશ સિરી વૉઇસનો પણ સપોરટ્ મળે છે. આ સ્પીકર પર Apple મ્યૂઝિકની સાથે 60 મિલિ ગીતો પણ સાંભળી શકાય છે.
મળતી રહેશે એપલ કેર સર્વિસ....
Appleએ પોતાના ઓરિજિનલ HomePodને બંધ કરવાની જાહેરાત કરતા કહ્યું- HomePod યૂઝર્સને આનાથી જોડાયેલા તમામ અપડેટ, સર્વિસ અને સપોર્ટ કરે એપલ કેર સર્વિસમાંથી મળતી રહેશે. હવે HomePod mini પર ફોકસ કરી રહ્યાં છે.