શોધખોળ કરો
Advertisement
Apple આજે પહેલીવાર વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને લૉન્ચ કરશે નવા આઇફોન સાથે આ ખાસ પ્રૉડક્ટ્સ, ક્યાંથી ને ક્યારે જોઇ શકાશે ઇવેન્ટનુ લાઇવ સ્ટ્રીમિંગ, જાણો વિગતે
કંપની આજે એક લૉન્ચિંગ ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે જેમાં ઇનૉવેટિક અને ફ્યૂચરેસ્ટિક ડિવઆઇસને લૉન્ચ કરાશે. કોરોના મહામારીના કારણે કંપનીએ આજની ઇવેન્ટને ઓનલાઇ આયોજિત કરવાનુ નક્કી કર્યુ છે
નવી દિલ્હીઃ એપલ લવર્સ માટે આજનો દિવસ ખાસ છે, કેમકે ટેક દિગ્ગજ એપલ આજે આઇફોનના નવા મૉડલ સાથે કેટલીક ખાસ પ્રૉડક્ટસને લૉન્ચ કરી રહી છે. કંપની આજે એક લૉન્ચિંગ ઇવેન્ટ હૉસ્ટ કરવાની છે જેમાં ઇનૉવેટિક અને ફ્યૂચરેસ્ટિક ડિવઆઇસને લૉન્ચ કરાશે. કોરોના મહામારીના કારણે કંપનીએ આજની ઇવેન્ટને ઓનલાઇ આયોજિત કરવાનુ નક્કી કર્યુ છે.
આજની ઇવેન્ટ ઓનલાઇન યોજાશે, જેનુ નામ કંપનીએ Time Files રાખ્યુ છે. આ ઇવેન્ટ આજે સવારે 10 વાગે એટલે કે ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે આયોજિત થશે. એપલ ઇવેન્ટ કેલિફોર્નિયાના Cupertinoમાં Apple હેડક્વાર્ટરના Steve Jobs થિએટરમાં યોજાશે. આ Appleની પહેલી વર્ચ્યૂઅલ ઇવેન્ટ હશે.
અહીંથી જોઇ શકાશે ઇવેન્ટનુ લાઇવ સ્ટ્રીમિંગ....
Appleની ઇવેન્ટને તમે કંપનીની ઓફિશિયલ YouTube ચેનલ અને ડેડિકેટેડ Apple વેબસાઇટ પર જઇને જોઇ શકો છો. ભારતમાં આજે રાત્રે 10.30 વાગે ઇવેન્ટને લાઇવ જોઇ શકાશે.
આજની ઇવેન્ટમાં આઇફોન 12 થઇ શકે છે લૉન્ચ.....
રિપોર્ટ પ્રમાણે, આ વખતે કંપની આઇફોન 12 સીરીઝને લૉન્ચ કરી શકે છે. ઇવેન્ટમાં ચાર આઇફોન મૉડલને લૉન્ચ કરી શકે છે. જેમાં બે સસ્તાં અને બે મોંઘા મૉડલ સામેલ હશે. એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.
બીજી કઇ કઇ પ્રૉડક્ટ થઇ શકે લૉન્ચ
આ વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં એપલ આઇફોન 12ની સાથે સાથે Apple Watch Series 6, Apple Watch SE, iPad Air 4, Apple AirTagsને લૉન્ચ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion