Apple Event 2025: આજે લોન્ચ થશે નવી iPhone 17 Series, જાણો ક્યાં અને કઈ રીતે જોઈ શકશો લાઈવ ઈવેન્ટ
એપલની 'Awe Dropping' આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ઇવેન્ટમાં એપલ ન્યૂ જનરેશન એપલ વોચ અને વોચ અલ્ટ્રાને નવા આઇફોન 17 સિરીઝ સાથે રજૂ કરશે.

Apple Event 2025: એપલની 'Awe Dropping' આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ ઇવેન્ટમાં એપલ ન્યૂ જનરેશન એપલ વોચ અને વોચ અલ્ટ્રાને નવા આઇફોન 17 સિરીઝ સાથે રજૂ કરશે. આઇફોન પ્રેમીઓ લાંબા સમયથી નવી આઇફોન સિરીઝની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ ભારત સહિત વૈશ્વિક સ્તરે તેની આઇફોન 16 સિરીઝ લોન્ચ કરી હતી. નવી આઇફોન 17 સિરીઝમાં ઘણા પ્રકારના અપગ્રેડ જોવા મળશે. ખાસ કરીને 5 વર્ષ પછી કંપની તેના પ્રો મોડેલની ડિઝાઇન બદલી શકે છે.
ઇવેન્ટ ક્યારે અને ક્યાં જોઈ શકશો ?
એપલની આ 'Awe Dropping' આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે. આઇફોન 17 સિરીઝનો લોન્ચ ઇવેન્ટ કંપનીની સત્તાવાર વેબસાઇટ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને એપલના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં, નવી આઇફોન 17 સિરીઝની સાથે ન્યૂ જનરેશન એપલ વોચ અને વોચ અલ્ટ્રાને પણ રજૂ કરી શકાય છે. ઉપરાંત, iOS 26 પણ રોલઆઉટ કરવામાં આવશે.
iPhone 17 સિરીઝ
એપલની આ નવી સિરીઝમાં, કંપની ગયા વર્ષની જેમ ચાર નવા મોડલ રજૂ કરશે. જોકે આ વખતે કંપની તેનું પ્લસ મોડેલ લોન્ચ કરશે નહીં. તેના બદલે એપલ iPhone 17 Air રજૂ કરશે, જે કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone હશે. iPhone 17 અને iPhone 17 Air ઉપરાંત કંપની iPhone 17 Pro અને iPhone 17 Pro Max પણ રજૂ કરશે. iPhone 17 ની ડિઝાઇન ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 16 જેવી જ હશે. iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone 17 Air સમાન ડિઝાઇન સાથે આવી શકે છે.
તેની કિંમત કેટલી હશે ?
આઈફોન 17 સિરીઝના તમામ મોડલની કિંમત પણ તાજેતરમાં લીક થઈ છે. કંપની તેની નવી આઈફોન સિરીઝ લગભગ $50 માં લોન્ચ કરી શકે છે એટલે કે ગયા વર્ષ કરતા લગભગ 4,000 રૂપિયા વધુ મોંઘા. આઈફોન 17 84,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરી શકાય છે. iPhone 17 Air ની શરૂઆતની કિંમત 1,09,900 રૂપિયા, iPhone 17 Pro ની શરૂઆતની કિંમત 1,24,900 રૂપિયા અને iPhone 17 Pro Max ની શરૂઆતની કિંમત 1,64,900 રૂપિયા હોઈ શકે છે.
નવું શું હશે ?
iPhone 17 સિરીઝના ડિસ્પ્લે, પ્રોસેસર અને કેમેરામાં અપગ્રેડ જોવા મળશે. આ વર્ષે લોન્ચ થનારા બધા iPhone મોડેલ 120Hz રિફ્રેશ રેટ સાથે OLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. iPhone 17 સિરીઝમાં પાછલા મોડેલ કરતા મોટી બેટરી આપી શકાય છે. Pro મોડેલમાં 5100mAh સુધીની બેટરી હોઈ શકે છે, જે અત્યાર સુધી લોન્ચ થયેલા તમામ iPhone મોડેલ કરતા મોટી હશે.





















