આવી ગયું iOS 18 અપડેટ, ડાઉનલોડ કરતા જ બદલાઈ જશે તમારો iPhone
iPhone 16 ના લોન્ચ સમયે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કંપની આ સીરિઝમાં iOS 18 લોન્ચ કરશે. પરંતુ આવું ન થયું અને યુઝર્સ નિરાશ થયા. પરંતુ હવે આ અપડેટ સત્તાવાર રીતે રોલઆઉટ કરવામાં આવ્યું છે.
Apple ios 18 update rollout : iPhone 16 ના લોન્ચ સમયે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે કંપની આ સીરિઝમાં iOS 18 લોન્ચ કરશે. પરંતુ આવું ન થયું અને યુઝર્સ નિરાશ થયા. પરંતુ હવે આ અપડેટ સત્તાવાર રીતે રોલઆઉટ કરવામાં આવ્યું છે. તેને ડાઉનલોડ કરતા જ તમારા iPhoneની સ્ટાઈલ અને ડિઝાઇન સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે આઈફોન યૂઝર્સ નવા અપડેટથી પોતાના ફોનની ડિઝાઈન સંપૂર્ણ બદલાઈ જશે.
iOS 18માં યુઝર્સને એક કે બે નહીં પરંતુ અનેક શાનદાર ફીચર્સ મળશે. તેનો લાભ લેવા માટે તમારે પહેલા તેને તમારા iPhone પર ડાઉનલોડ કરીને અપડેટ કરવું પડશે. તેમાં અનેક કસ્ટમાઇઝેશન ફીચર્સ ઉમેરવામાં આવશે. AI અપગ્રેડ પણ ઉપલબ્ધ હશે.
iOS 18 અપડેટ માત્ર થોડા જ ઉપકરણોમાં ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે iPhone 16 સિરીઝ સિવાય આ અપડેટ iPhone 15 સિરીઝ, iPhone 14 સિરીઝ, iPhone 13 સિરીઝ, iPhone 12 સિરીઝ, iPhone 11 સિરીઝ, iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone SE2 અને iPhone SE3 માં ઉપલબ્ધ હશે.
iOS 18 પર અપડેટ કરવા માટે, પહેલા તમારા iPhoneની સેટિંગ્સમાં જાઓ અને જનરલ સર્ચ કરો. ત્યારબાદ ત્યાં આપેલ સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો, ત્યારબાદ iOS 18 અપડેટ ડાઉનલોડ કરવાનો વિકલ્પ દેખાશે. ત્યાં આપેલી સૂચનાઓનું પાલન કરતા રહો.
iPhoneનો ઉપયોગ કરવો ખૂબ જ શાનદાર બની જશે
iOS 18 અપડેટ મળ્યા બાદ iPhoneનો ઉપયોગ કરવો ખૂબ જ શાનદાર બની જશે. કારણ કે આમાં તમને નવી ડિઝાઇન કંટ્રોલ સેન્ટર મળશે. આ સિવાય હોમ સ્ક્રીનનું લેઆઉટ પણ બદલાશે. સફારી અને મેપ્સ એપ્સને પણ અપગ્રેડ કરવામાં આવશે.
કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં
એપલ ઇન્ટેલિજન્સનાં કેટલાક ફીચર્સ યુઝર્સને નહીં મળે. જોકે, iPhone 15 Pro અને iPhone 15 Pro Max યુઝર્સને આ અપડેટ મળવા જઈ રહ્યા છે. આ અપડેટ iPhone 16 સીરીઝમાં પણ ઉપલબ્ધ હશે. iPhone અપડેટ કરવા માટે તમારે Settings-General-Software Update પર જવું પડશે. અહીં તમને Update Nowનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા પછી, અપડેટ ડાઉનલોડ કરવાનું શરૂ થશે અને પછી તમે ઈન્સ્ટોલ કરી શકો છો.
Google 20 સપ્ટેમ્બરથી આ લોકોના Gmail બંધ કરશે, આ રીતે તમારું એકાઉન્ટ બચાવી શકો છો