શોધખોળ કરો

Apple Let Loose 2024: એપલે લોન્ચ કર્યા લેટેસ્ટ iPad Air અને iPad Pro, જાણો કિંમત

ટેક જાયન્ટ એપલે તેની લેટેસ્ટ લોન્ચ ઇવેન્ટ Apple Let Loose 2024માં નવા iPad મોડલ્સ લોન્ચ કર્યા છે.

ટેક જાયન્ટ એપલે તેની લેટેસ્ટ લોન્ચ ઇવેન્ટ Apple Let Loose 2024માં નવા iPad મોડલ્સ લોન્ચ કર્યા છે. કંપનીએ આ લોન્ચ ઇવેન્ટ દરમિયાન iPad Air અને iPad Proનું અનાવરણ કર્યું છે. તેની સાથે કંપનીએ માર્કેટમાં ન્યૂ મેજિક કીબોર્ડ અને પેન્સિલ પણ લોન્ચ કરી છે. Apple એ નવા આઈપેડ એરને બે વેરિઅન્ટ, 11-ઇંચ અને 13-ઇંચ વેરિઅન્ટ સાઇઝમાં રજૂ કર્યું છે. આ સાથે તેને નવા M2 ચિપસેટ સાથે બજારમાં લાવવામાં આવ્યો છે. તેની પરફોર્મન્સ પાછલી ચિપસેટ કરતા ત્રણ ગણી સારી છે.

આઈપેડ એરની વિશેષતાઓ 

ડિસ્પ્લે: આઈપેડ એરમાં 10.9-ઈંચ લિક્વિડ રેટિના (LCD) સ્ક્રીન છે. તેનું રિઝોલ્યુશન 2360x1640 પિક્સલ છે. આ સાથે આ વર્ષે 13 ઈંચની ડિસ્પ્લે સાથે આઈપેડ એર પણ રજૂ કરવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન પણ થોડું વધારે છે.

પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમઃ એપલનું લેટેસ્ટ આઈપેડ એર એમ2 ચિપ સાથે રજૂ કરવામાં આવ્યું છે, જે એપલના ન્યુરલ એન્જિન સાથે આવે છે. કંપનીનો દાવો છે કે નવા આઈપેડ એરનું CPU પરફોર્મન્સ 15 ટકા સારું છે અને GPU પરફોર્મન્સ 25 ટકા સારું છે. Apple કહે છે કે આ ચિપ M1 કરતા 50 ટકા ઝડપી છે. આ ઉપકરણ iPadOS 17 પર ચાલે છે.

કૅમેરો: iPad Airમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો છે. આ ફોનના પાછળના ભાગમાં 12-મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરા આપવામાં આવ્યો છે, જે ઈમેજ સ્ટેબિલાઈઝેશન અને સ્માર્ટ HDR સપોર્ટ સાથે આપવામાં આવ્યો છે. આ iPad 4K રિઝોલ્યુશન અને 60fps સુધી સ્લો મોશન વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

અન્ય સુવિધાઓ: Appleનું નવું iPad Air મોડલ Wi-Fi, બ્લૂટૂથ અને GPS કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. આ સાથે સેલ્યુલર મોડલ 5G સપોર્ટ સાથે આવે છે. તેમાં ચાર્જિંગ માટે ટાઇપ સી પોર્ટ છે, જે 20W ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. તેમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન માટે ટચ આઈડી છે.

આઈપેડ એર (2024) કિંમત

iPad Air (2024) ભારતમાં રૂ. 59,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ કિંમત 11-ઇંચ મોડલના Wi-Fi મોડલની છે. આ સાથે, 11 ઇંચ Wi-Fi + સેલ્યુલર મોડલની કિંમત 79,990 રૂપિયા છે.

13-ઇંચના Wi-Fi અને Wi-Fi + સેલ્યુલર મોડલની કિંમત અનુક્રમે રૂ. 74,900 અને રૂ. 94,900 છે. બંને મોડલ 256GB સ્ટોરેજ વિકલ્પમાં આવે છે.
Apple iPad Air (2024) ચાર રંગ વિકલ્પો બ્લુ, પર્પલ, સ્પેસ ગ્રે અને સ્ટારલાઇટમાં રજૂ કરવામાં આવ્યું છે. ભારતમાં તેનું વેચાણ 15 મેથી શરૂ થશે.

આઈપેડ પ્રોની વિશેષતાઓ 

ડિસ્પ્લે: આઈપેડ પ્રો (2024) મોડલ 11-ઇંચ અને 13-ઇંચ ડિસ્પ્લે સાઇઝમાં ઓફર કરવામાં આવે છે. બંને મોડલ એપલની નવી ટેન્ડમ OLED સ્ક્રીન સાથે રજૂ કરવામાં આવ્યા છે, જેનો રિફ્રેશ રેટ 120Hz (ProMotion) છે. તે ટ્રુ ટોન સપોર્ટ અને P3 વાઈડ કલર ગમટ કવરેજને સપોર્ટ કરે છે.

પ્રોસેસરઃ એપલના આઈપેડ પ્રો (2024) ને M4 ચિપસેટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા ટેબલેટ માટે રજૂ કરવામાં આવેલ આ સૌથી પાવરફુલ ચિપસેટ છે. Apple એ પણ કહે છે કે તે ઓન-ડિવાઈસ AI કાર્યો માટે ન્યુરલ એન્જિન સપોર્ટ સાથે આવે છે.

કૅમેરો: iPad Proના આગળના ભાગમાં 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કૅમેરો છે. આ કેમેરા સેન્સર સેન્ટર સ્ટેજને સપોર્ટ કરે છે. આ સાથે, iPad Proની પાછળની પેનલમાં 12-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 10-મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. પાછળના કેમેરા સેટઅપમાં LiDAR સ્કેનર પણ આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget