શોધખોળ કરો
Apple લાવી રહી છે વળી શકે એવો ફૉલ્ડેબલ iPhone, જાણો ક્યારે થશે લૉન્ચ
મોટાભાગની કંપનીઓ ફૉલ્ડેબલ સ્માર્ટફોન બનાવવા તરફથી આગળ વધી રહી છે. સેમસંગ પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી, હવે એપલ પણ પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. હાલ કંપની આના પર કામ કરી રહી છે. રિપોર્ટ્સનુ માનીએ તો આની ડિઝાઇન સેમસંગના Z Flipથી કેટલાક મળતી આવશે

(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ સ્માર્ટફોનના મામલામાં ટેકનોલૉજી ઝડપથી આગળ વધી રહી છે. હવે મોટાભાગની કંપનીઓ ફૉલ્ડેબલ સ્માર્ટફોન બનાવવા તરફથી આગળ વધી રહી છે. સેમસંગ પોતાનો ફૉલ્ડેબલ સ્માર્ટફોન લૉન્ચ કરી ચૂકી, હવે એપલ પણ પોતાનો ફૉલ્ડેબલ આઇફોન લૉન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. હાલ કંપની આના પર કામ કરી રહી છે. રિપોર્ટ્સનુ માનીએ તો આની ડિઝાઇન સેમસંગના Z Flipથી કેટલાક મળતી આવશે. વીડિયો આવ્યો સામે.... Appleના ફૉલ્ડેબલ iPhoneને લઇને એક વીડિયો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયો અનુસાર કંપની પોતાના ફૉલ્ડેબલ સ્માર્ટફોન માટે ફોર્મ ફેક્ટરને અંતિમ રૂપ આપી રહી છે. જોકે લૉન્ચ પહેલ આ ફોન સાથે જોડાયેલી જાણકારી સામે આવી શકે છે. Appleનો આ ફૉલ્ડેબલ ફોન સેમસંગના ગેલેક્સી ફૉલ્ડ 2ને ટક્કર આપશે. આ હોઇ શકે છે ફિચર્સ.... Appleના આ ફૉલ્ડેબલ સ્માર્ટફોનમાં 7.3 ઇંચની 7.6 ઇંચની સ્ક્રીન આપવામાં આવી શકે છે. જે OLED પેનલ હશે, ફોનમાં Stylus સપોર્ટ આપવામાં આવી શકે છે, આમાં કંપની Ceramic Sheild ગ્લાસનો પણ યૂજ કરશે, જે આને ફૉલ્ડ થવામાં મદદ કરશે. આમાં Stylus માટે Pencil નો યૂઝ કરી શકે છે. ક્યારે થશે લૉન્ચ? આ ફોનની કિંમત બીજી કંપનીઓની સરખામણીમાં ઓછી હોઇ શકે છે. જોકે આ ફોન માટે હજુ એપલ લવર્સને થોડી રાહ જોવી પડી શકે છે. આ ફૉલ્ડેબલ આઇફોન 2023માં લૉન્ચ થઇ શકે છે. આ પહેલા ફૉલ્ડેબલ આઇફોન માટે દાવો કરવામાં આવ્યો હતો કે આ ફોન સપ્ટેમ્બર 2022માં લૉન્ચ થઇ શકે છે.
(પ્રતિકાત્મક તસવીર)
(પ્રતિકાત્મક તસવીર) વધુ વાંચો





















