શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓક્ટોબરમાં એપલ લૉન્ચ કરશે નવો આઇફોન, ચાર મૉડલ થયા નક્કી, જાણો ભારતમાં શું હશે કિંમત
એપલ કંપની iPhone 12 સીરીઝને ઓક્ટોબરમાં લૉન્ચ કરી શકે છે. જોકે હજુ સુધી રિલીઝની ડેટની પુષ્ટી નથી થઇ
નવી દિલ્હીઃ દિગ્ગજ સ્માર્ટફોન કંપની એપલ બહુ જલ્દી ભારતમાં પોતાનુ લેટેસ્ટ આઇફોન મૉડલ કરવાની તૈયારી કરી રહ્યું છે. એપલના મોબાઇલ ડિઝાઇન, લૂક અને ક્વૉલિટીના કારણે લોકોમાં ખુબ પૉપ્યુલર છે. એપલ આઇફોન યૂઝર્સ માટે ખુબખબર છે કે કંપની બહુ જલ્દી iPhone 12 લૉન્ચ કરવા જઇ રહી છે.
ઓક્ટોબરમાં થઇ શકે છે લૉન્ચ...
માર્કેટ ઇન્ટેલિજન્સ પ્રૉવાઇડર TrendForceના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે iPhone 12 સીરીઝ આ ઓક્ટોબરમાં લૉન્ચ થઇ શકે છે. આઇફોને આ માટે ચાર મૉડલ્સ લાઇનઅપ કર્યા છે, જેમાં iPhone 12, iPhone 12 Max, iPhone 12 Pro અને iPhone 12 Pro Max સામેલ છે. કહેવાઇ રહ્યુ છે કે Apple એ રિટેલ બૉક્સથી વાયર્ડ હેડફોન અને પાવર એડૉપ્ટર જેવી એક્સેસરીઝને છોડવાનો ફેંસલો કર્યો છે. આની સાથે કહેવાઇ રહ્યું છે કે iPhone 12 સીરીઝની કિંમત iPhone 11 સીરીઝની સરખામણીમાં વધારે હોઇ શકે છે.
TrendForceના એક રિપોર્ટ બતાવે છે કે 2020ની બીજી ત્રિમાસિકના અંત સુધી સ્માર્ટફોનના ઉત્પાદનમાં વર્ષ દર વર્ષ (YoY) ઘટાડા વિશે બતાવ્યો છે. વળી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ગયા ત્રિમાસિકની સરખામણીમાં બીજા ત્રિમાસિકમાં Appleના iPhone ઉત્પાદનમાં 8 ટકાની વૃદ્ધિ થઇ છે, આના કારણે iPhone SE અને iPhone 11નું ઉત્પાદન વધ્યુ છે.
iPhone 12ની કિંમત...
TrendForceના રિપોર્ટમાં કહેવાયુ છે કે iPhone 12ની કિંમત $ 699 (લગભગ 51,200 રૂપિયા) અને 749 ડૉલર (લગભગ 54,800 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. જેમાં iPhone 12 Maxની કિંમત $ 799 (લગભગ 58,500 રૂપિયા) અને 849 ડૉલર (લગભગ 62,200 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. iPhone 12 Pro ની કિંમત $ 1,049 (લગભગ 76,800 રૂપિયા) અને $ 1,099 (લગભગ 80,500 રૂપિયા)ની વચ્ચે હોઇ શકે છે. વળી અંતમાં iPhone 12 Pro Max $ 1,149 (લગભગ 84,100 રૂપિયા)થી $ 1,199 (લગભગ 87,800 રૂપિયા) સુધીની હોઇ શકે છે.
એપલ કંપની iPhone 12 સીરીઝને ઓક્ટોબરમાં લૉન્ચ કરી શકે છે. જોકે હજુ સુધી રિલીઝની ડેટની પુષ્ટી નથી થઇ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion