શોધખોળ કરો

iPhone 15: ઇયરફોન અને ચાર્જર બાદ હવે શું આઇફોનમાંથી બટન પણ ગાયબ થઇ જશે?

દર વર્ષે ઘણા લોકો Appleના iPhoneની આતુરતાથી રાહ જોતા હોય છે

iPhone 15: દર વર્ષે ઘણા લોકો Appleના iPhoneની આતુરતાથી રાહ જોતા હોય છે. iPhone 15ના લોન્ચમાં હજુ લાંબો સમય બાકી છે, પરંતુ તેમ છતાં તેના ફિચર્સ લીક થઇ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, Apple તેની iPhone 15 સીરીઝમાં ઘણા મોટા ફેરફાર કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે Appleના આવનારા iPhoneમાં લાઈટનિંગ પોર્ટ નહીં પરંતુ USB Type C મળશે. બીજી તરફ, એવા પણ સમાચાર છે કે હવે iPhoneના તમામ મોડલ નવા ડાયનેમિક આઇલેન્ડ ફીચર સાથે આવશે અને સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ 48-મેગાપિક્સલના રિયર કેમેરા સાથે આવશે.

iPhone 15 માં બટન નહીં હોય?

હવે એક ટિપસ્ટર, આઇસ યુનિવર્સે ટ્વિટર પર દાવો કર્યો છે કે iPhone 15 Pro Max અથવા iPhone 15 Ultra કોઈપણ બટન વિના આવી શકે છે. જો આમ થશે તો તે અત્યાર સુધીનો સૌથી મોટો ડિઝાઇન ફેરફાર હશે. શેર કરેલ ફોટો જોઈને ખબર પડે છે કે તેમાં નાના પરંતુ મોટા બેજેલનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

ટિપસ્ટર મિંગ-ચી-કુઓએ પણ તાજેતરમાં દાવો કર્યો હતો કે iPhone 15 Pro મોડલમાં કોઈ ફિઝિકલ બટન નહી હોય.  ફોન નવા સોલિડ-સ્ટેટ બટનો સાથે આવી શકે છે, જે બટનને ફિઝિકલ રીતે દબાવ્યા વિના યુઝર્સના સ્પર્શ સાથે કામ કરશે.

iPhone 15 ની અન્ય વિગતો

જો આપણે જૂના અહેવાલો પર નજર કરીએ તો તે સાચું લાગે છે કે આ વખતે કંપની ડિઝાઇનને લઈને ઘણા ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કેમેરા સેન્સરનું કદ મોટું હોઈ શકે છે, જે દર્શાવે છે કે iPhone 14 સીરીઝની સરખામણીમાં વધુ મજબૂત કેમેરા સેટઅપ જોઈ શકાય છે.

લોકોને iPhoneની કેમેરા ક્વોલિટી ખૂબ જ પસંદ છે. ઘણા લોકો કેમેરાના કારણે જ iPhone લે છે. જો કે, કંપનીએ હજુ સુધી 48MPથી ઉપરના સેન્સરનો ઉપયોગ કર્યો નથી. Android ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને હેન્ડસેટમાં 200MP સુધીનો કેમેરા સેટઅપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં Samsung Galaxy S23 Ultraમાં 200MP કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget