શોધખોળ કરો
Advertisement
નવા iPhonesમાં છે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ, શું છે ખાસિયત ને કઇ રીતે કરે છે કામ, જાણી લો......
કેમેરામાં નેક્સ્ટ જનરેશન HDR આપવામાં આવ્યુ છે, જે મશીન લર્નિંગનો યૂઝ કરીને સબ્જેક્ટની ઓળખ સારી રીતે કરે છે. ડીટેલ્સ સારી આવે છે
નવી દિલ્હીઃ એપલે લૉન્ચ કરેલા ત્રણ નવા આઇફોન મૉડલ આઇફોન 11, આઇફોન 11 પ્રૉ અને આઇફોન 11 પ્રૉ મેક્સ, ટુંકસમયમાં માર્કેટમાં અવેલેબલ થઇ જશે. ભારતમાં પણ આ ફોન આગામી 20 સપ્ટેમ્બરે વેચાણ માટે ઉપલબ્ધ થઇ જશે, આ માટે 13 સપ્ટેમ્બરથી પ્રી બુકિંગ પણ શરૂ થઇ જશે. જો તમે આ આઇફોન ખરીદવા માંગતા હોય તો તમારે આના ખાસ ફિચર્સ કેમેરા સેટઅપ વિશે જાણી લેવું જરૂરી છે. એપલે આ વખતે કેમેરા પર ખુબ મહેનત કરી છે, અને હાઇટેક ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે.
કેમેરાની શું છે ખાસિયત અને કઇ રીતે કરે છે કામ.......
iPhone 11 Pro અને iPhone 11 Pro Maxમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. ત્રણેય કેમેરા 12 મેગાપિક્સલના છે. કેમેરાની ખાસિયત એ છે કે પોર્ટ્રેટ મૉડમાં પણ તમે વાઇડ એન્ગલ ફ્રેમ સિલેક્ટ કરી શકો છો. ગ્રુપ ફોટોઝમાં પોર્ટ્રેટ મૉડ આસાનીથી યૂઝ કરી શકાય છે. આમાં ટેલિફોટો કેમેરા પણ છે જે iPhone Xsની સરખામણીમાં 40% વધુ લાઇટ કેપ્ચર કરીને બેસ્ટ ફોટો અને વીડિયો તૈયાર કરે છે.
કેમેરામાં નેક્સ્ટ જનરેશન HDR આપવામાં આવ્યુ છે, જે મશીન લર્નિંગનો યૂઝ કરીને સબ્જેક્ટની ઓળખ સારી રીતે કરે છે. ડીટેલ્સ સારી આવે છે.
નવા આઇફોનની ભારતમાં સંભવિત શરૂઆતી કિંમત......
આઇફોન 11 - 64,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ - 99,990 રૂપિયા
આઇફોન 11 પ્રૉ મેક્સ - 1,09,000 રૂપિયા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement